ચોમાસાની વિદાય સમયે મેઘરાજાની ફરી એન્ટ્રી, હવામાન વિભાગે આગામી આ તારીખ સુધી ભારેથી હળવા વરસાદની આગાહી કરી


- 34 તાલુકામાં દોઢ ઇંચથી ઓછો વરસાદ ખાબક્યો છે
- ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળો ભારે વરસાદને પગલે યલો એલર્ટ
- 21 ઓક્ટોબરે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ વરસાદની આગાહી
ગુજરાત રાજ્યમાં ચોમાસાની વિદાય સમયે મેઘરાજાએ ફરી એન્ટ્રી મારી છે. જેમાં હવામાન વિભાગે આગામી આ તારીખ સુધી ભારેથી હળવા વરસાદની આગાહી કરી છે. તેમાં રાજ્યના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગે આગામી 23 ઓક્ટોબર સુધી ભારેથી હળવા વરસાદની આગાહી કરી છે.
34 તાલુકામાં દોઢ ઇંચથી ઓછો વરસાદ ખાબક્યો
જૂનાગઢના મેંદરડામાં 3.54 ઇંચ, માળિયા હાટિનામાં 2.76 ઇંચ તથા જામનગરના લાલપુરમાં 1.34 ઇંચ અને કેસોદમાં 2.72 ઇંચ, સુરતના ઉમરપાડામાં 2.17 ઇંચ, વલસાડના કપરાડામાં 1.81 ઇંચ, સુરતના પલાસણમાં 1.57 ઇંચ, અમરેલીના લાઠીમાં 1.50 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે આ સિવાયના 34 તાલુકામાં દોઢ ઇંચથી ઓછો વરસાદ ખાબક્યો છે.
ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળો ભારે વરસાદને પગલે યલો એલર્ટ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર સહિત દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળો ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ રાજ્યમાં 21 ઓક્ટોબરે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિત ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.