IPL-2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

RCB vs KKR: કોલકાતાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો કર્યો નિર્ણય

Text To Speech

બેંગલુરુ, 29 માર્ચ: IPL 2024ની 10મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની ટીમો સામ સામે છે. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે ટોસ ઉછાળવામાં આવ્યો છે. જેમાં કોલકાતાએ ટોસ જીત્યો છે અને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

બંને ટીમોની પ્લેઇંગ ઈલેવન:

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની પ્લેઇંગ ઇલેવન: વિરાટ કોહલી, ડુ પ્લેસિસ(C), કેમેરોન ગ્રીન, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, અનુજ રાવત(WC), દિનેશ કાર્તિક, અલઝારી જોસેફ, મયંક ડાગર, મોહમ્મદ સિરાજ, યશ દયાલ

કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઇંગ ઇલેવન: શ્રેયસ ઐયર (C), ફિલિપ સોલ્ટ (WC), વેંકટેશ ઐયર, રમનદીપ સિંહ, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, મિચેલ સ્ટાર્ક, અનુકુલ રોય, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી

RCB Vs KKR હેડ-ટુ-હેડ

  • કુલ મેચ: 32
  1. KKR જીત્યું: 18
  2. RCB જીત્યું: 14

અત્યાર સુધી બંને ટીમોની સ્થિતિ

IPL 2024માં KKRની આ બીજી મેચ છે. જ્યારે RCB આ ત્રીજી મેચ રમવા માટે મેદાને ઉતરશે. કોલકાતાએ તેની પ્રથમ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ને 4 રનથી હરાવ્યું હતું. જ્યારે RCBએ આ સિઝનની શરૂઆતી મેચ રમી હતી, જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ RCBને 6 વિકેટે હરાવ્યું હતું, ત્યાર બાદ બીજી મેચમાં RCBએ પંજાબ કિંગ્સ (PBKS) સામે 4 વિકેટે જીતી મેળવી હતી.

ચિન્નાસ્વામી સ્ટેડિયમ પીચ રિપોર્ટ

ચિન્નાસ્વામી સ્ટેડિયમની પિચ સામાન્ય રીતે સપાટ અને બેટિંગ માટે અનુકૂળ છે. આવી સ્થિતિમાં, આ મેચ હાઈ સ્કોરિંગ બની શકે તેવી શક્યતા નોંધપાત્ર રીતે વધી જાય છે. પાવરપ્લેમાં અહીં રન વધારે થવાની શક્યતાઓ રહેલી છે. અહીં ફાસ્ટ બોલરોને પણ પીચ અનુકૂળ આવે છે તો બીજી બાજુ ધીમા બોલરો વધારે રન અપાવે છે. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બાઉન્ડ્રી નાની છે, જેના કારણે આ પીચ પર વધુ રન બને છે.

આ પણ વાંચો: આર. અશ્વિન IPLને ક્રિકેટ માનતો નથી? જાણો શું કહ્યું આ વિશે

Back to top button