IPL-2024ટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

RCB vs KKR: IPLમાં આજે ઉતરશે મજબુત બેટ્સમેનોની સેના, કોહલી સામે ટકરાશે કોલકાતા

  • IPL 2024ની 10મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે

બેંગલુરુ, 29 માર્ચ: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં આજે 10મી મેચમાં બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બેટ્સમેનોની સેના પ્રવેશવા જઈ રહી છે. ત્યારે આજની મેચની પીચ અને ટીમ જોતા આ મેચ પણ હાઈ સ્કોરિંગ થવાની આશા છે. વાસ્તવમાં, આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની ટીમો સામસામે ટકરાશે.

આ ખેલાડીઓ એકલા હાથેે મેચને ફેરવી શકે છે

RCBની સેના: RCBમાં બેટ્સમેનોની યાદી વિરાટ કોહલી અને કેપ્ટન ડુ પ્લેસિસથી શરૂ થાય છે, ગ્લેન મેક્સવેલ, કેમેરોન ગ્રીન અને રજત પાટીદાર, અનુજ રાવત, દિનેશ કાર્તિક અને મહિપાલ લોમરોર છે. RCBના આ ખેલાડીઓ મહાન સ્કોર બનાવવા અને તેનો પીછો કરવાની શક્તિ ઘરાવે છે.

 

બીજી તરફ KKR ટીમમાં ફિલ સોલ્ટ અને સુનીલ નારાયણે ધમાકેદાર બેટિંગની શરૂઆત કરે છે. આ પછી વેંકટેશ અય્યર, કેપ્ટન શ્રેયસ અય્યર અને નીતિશ રાણાએ મિડલ ઓર્ડરની કમાન સંભાળે છે. તે પછી રમનદીપ સિંહ, રિંકુ સિંહ અને આન્દ્રે રસેલ કોઈપણ મજબૂત બોલિંગને હરાવવાની શક્તિ ધરાવે છે. આ બંને ટીમોના તે ખેલાડીઓ છે, જેઓ એકલા હાથે મેચ ફેરવવાની શક્તિ ધરાવે છે.

 

RCB Vs KKR હેડ-ટુ-હેડ

  • કુલ મેચ: 32
  1. KKR જીત્યું: 18
  2. RCB જીત્યું: 14

અત્યાર સુધી બંને ટીમોની સ્થિતિ

KKRની આ બીજી મેચ છે. જ્યારે RCB આ ત્રીજી મેચ રમવા માટે મેદાને ઉતરશે. કોલકાતાએ તેની પ્રથમ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ને 4 રનથી હરાવ્યું હતું. જ્યારે RCBએ આ સિઝનની શરૂઆતી મેચ રમી હતી, જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ RCBને 6 વિકેટે હરાવ્યું હતું, ત્યાર બાદ બીજી મેચમાં RCBએ પંજાબ કિંગ્સ (PBKS) સામે 4 વિકેટે જીતી મેળવી હતી.

ચિન્નાસ્વામી સ્ટેડિયમ પીચ રિપોર્ટ

ચિન્નાસ્વામી સ્ટેડિયમની પિચ સામાન્ય રીતે સપાટ અને બેટિંગ માટે અનુકૂળ છે. આવી સ્થિતિમાં, આ મેચ હાઈ સ્કોરિંગ બની શકે તેવી શક્યતા નોંધપાત્ર રીતે વધી જાય છે. પાવરપ્લેમાં અહીં રન વધારે થવાની શક્યતાઓ રહેલી છે. અહીં ફાસ્ટ બોલરોને પણ પીચ અનુકૂળ આવે છે તો બીજી બાજુ ધીમા બોલરો વધારે રન અપાવે છે. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બાઉન્ડ્રી નાની છે, જેના કારણે આ પીચ પર વધુ રન બને છે.

આ પણ વાંચો: ગુજરાત સુપર લીગઃ 1 થી 12મે દરમિયાન માણી શકાશે ફૂટબૉલ ટુર્નામેન્ટ

Back to top button