ખુશખબર: લોનના હપ્તા ચાલતા હોય તો ચિંતા કરતા નહીં, થોડા સમયમાં રાહત મળશે

નવી દિલ્હી, 27 માર્ચ 2025: ભારતીય રિઝર્વ બેન્કે બુધવારે એપ્રિલ 2025થી શરુ થનારી આગામી નાણાકીય વર્ષની મોનેટરી પોલિસી કમિટીની તારીખોની જાહેરાત કરી છે. એમપીસીની નાણાકીય વર્ષમાં છ બેઠક થવાની છે. જેમાંથી પહેલી બેઠક 7-9 એપ્રિલ 2025માં થશે. ખાસ વાત એ છે કે, તે લગભગ બે અઠવાડીયા બાદ આરબીઆઈની એમપીસી ફરી એક વાર હોમ બાયર્સની સાથે સાથે બાકી રિટેલ લોનધારકોને ગુડ ન્યૂઝ આપી શકે છે.
અનુમાન છે કે, આગામી મહિનામાં આરબીઆઈ સતત બીજી વાર રેપો રેટમાં 0.25 ટકાનો કાપ કરી શકે છે.છેલ્લી એમપીસી બેઠક ફેબ્રુઆરી 2025માં નવા આરબીઆઈ પ્રમુખ સંજય મલ્હોત્રાના નેતૃત્વમાં થઈ હતી. જ્યાં ભારતે પહેલી વાર પોતાના રેપો દરમાં 1/4 અંકનો કાપ મુકીને 6.25 ટકા કરી દીધું હતું. આવો જાણીએ આ વર્ષમાં કઈ કઈ તારીખે એમપીસીની બેઠકો થવાની છે.
નાણાકીય નીતિ બેઠકો ક્યારે યોજાશે?
- આગામી નાણાકીય વર્ષની પહેલી બેઠક 7, 8 અને 9 એપ્રિલ 2025 ના રોજ યોજાશે.
- બીજી બેઠક જૂન મહિનામાં ૪, ૫ અને ૬ જૂન, ૨૦૨૫ ના રોજ યોજાશે.
- ત્રીજી બેઠક ઓગસ્ટમાં યોજાશે. આ બેઠક ૫, ૬ અને ૭ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ યોજાશે.
- ચોથી બેઠક સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યોજાશે. આ બેઠકની તારીખો 29, 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબર, 2025 છે.
- વર્ષ 2025 ની છેલ્લી બેઠક ડિસેમ્બરમાં યોજાશે. આ MPC ૩, ૪ અને ૫ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ યોજાશે.
- આવતા વર્ષે, કેલેન્ડર વર્ષની પહેલી MPC બેઠક અને નાણાકીય વર્ષની છેલ્લી MPC બેઠક 4, 5 અને 6 ફેબ્રુઆરી, 2026 ના રોજ યોજાવાની છે.
RBI MPC શું છે?
RBI ની MPC એ છ સભ્યોની સમિતિ છે. જે ભારતના મુખ્ય વ્યાજ દરો નક્કી કરે છે અને આર્થિક વિકાસને ઉત્તેજીત કરતી વખતે ભાવ સ્થિરતા જાળવવા માટે નાણાકીય નીતિ ઘડે છે. રેપો રેટ નક્કી કરવા માટે MPC દર બે મહિને મળે છે, જે અર્થતંત્રમાં લોન અને ડિપોઝિટ દરોને પ્રભાવિત કરે છે. ફુગાવાને નિયંત્રિત કરવા, ચલણને સ્થિર કરવા અને નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે તેના નિર્ણયો મહત્વપૂર્ણ છે.
RBI MPC ના સભ્યો કોણ છે?
RBI કાયદા મુજબ, ત્રણ MPC સભ્યો કેન્દ્રીય બેંકમાંથી જ આવે છે – સામાન્ય રીતે ગવર્નર, નાણાકીય નીતિના પ્રભારી ડેપ્યુટી ગવર્નર અને RBI બોર્ડ દ્વારા પસંદ કરાયેલા અન્ય એક અધિકારી – અને ત્રણ વધુ સભ્યો સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. આ પેનલનું નેતૃત્વ RBI ગવર્નર કરે છે. હાલમાં, RBI MPC ના સભ્યોમાં RBI ગવર્નર સંજય મલ્હોત્રા, RBI ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. રાજીવ રંજન, RBI ના ડેપ્યુટી ગવર્નર એમ. રાજેશ્વર રાવ, ડૉ. નાગેશ કુમાર, સૌગત ભટ્ટાચાર્ય અને પ્રો. રામ સિંહ છે.
આ પણ વાંચો: સાવધાન: ગુજરાતમાં અહીંથી ઝડપાયો મોટા પાયે નકલી ઘીનો જથ્થો, 3100 કિલો માલ ઝડપાયો