ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

RBIની મોટી કાર્યવાહી, 29 ફેબ્રુઆરી બાદ Paytmની બેન્કિંગ સર્વિસ ઉપર પ્રતિબંધ

Text To Speech

નવી દિલ્હી, 31 જાન્યુઆરી: રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI) એ બુધવારે Paytmની બેન્કિંગ સેવા સામે મોટી કાર્યવાહી કરી હતી. RBIએ Paytm પેમેન્ટ્સ બેન્ક પર ક્રેડિટ ટ્રાન્ઝેક્શન અને કોઈપણ પ્રકારની ડિપોઝિટ લેવા પર પ્રતિબંધ મૂક્યો છે. આવી સ્થિતિમાં 29 ફેબ્રુઆરી પછી Paytm હવે બેન્કિંગ સર્વિસ પ્રદાન કરી શકશે નહીં. આરબીઆઈએ કહ્યું કે નિયમોનું પાલન ન કરવા બદલ પેટીએમ પેમેન્ટ્સ બેન્ક સામે કાર્યવાહી કરવામાં આવી છે.

ભારતીય રિઝર્વ બેન્કે જણાવ્યું કે 29 ફેબ્રુઆરી પછી Paytm પેમેન્ટ્સ બેન્ક લિમિટેડને ગ્રાહક ખાતામાં અથવા વૉલેટ્સ અને FASTag જેવા પ્રીપેડ ડિવાઈસમાં ડિપોઝિટ સ્વીકારવા અથવા ક્રેડિટ ટ્રાન્ઝેક્શન કે ટૉપ-અપની મંજૂરી આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. RBIએ એમ પણ કહ્યું છે કે પેટીએમ પેમેન્ટ્સ બેન્ક હાલના ગ્રાહક બચત ખાતા, કરંટ એકાઉન્ટ, પ્રીપેડ ઇન્સ્ટ્રુમેન્ટ, FASTag, નેશનલ અથવા કોમન મોબિલિટી કાર્ડમાં રાખેલા નાણાંનો ઉપયોગ કોઈપણ પ્રતિબંધ વિના કરવાની છૂટ છે.

રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ કહ્યું કે Paytm પેમેન્ટ બેન્કના ઓડિટમાં સુપરવાઈઝરી ખામીઓ જોવા મળી છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. Paytm પેમેન્ટ્સ બેન્કને 15 માર્ચ સુધીમાં નોડલ એકાઉન્ટ સેટલ કરવાનું કહેવામાં આવ્યું છે. નવા ગ્રાહકો પાસેથી ડિપોઝિટ લેવા પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Paytmના શૅર પર તેની અસર જોવા મળી શકે છે

રિઝર્વ બેન્કના આ નિર્ણયની અસર ગુરુવારે Paytm શૅર પર જોવા મળી શકે છે. નોંધનીય છે કે આ પહેલા પણ કંપનીના શૅરમાં 20% સુધીનો જંગી ઘટાડો જોવા મળ્યો હતો. તેની પાછળનું કારણ Paytm પેમેન્ટ બેન્કની નાની પોસ્ટપેડ લોન ઘટાડવાનો પ્લાન હોવાનું કહેવાય છે. હકીકતમાં કંપનીની એનાલિસિસ મીટમાં, નાના કદની પોસ્ટપેડ લોન ઘટાડવા અને મોટા કદની વ્યક્તિગત લોન અને મર્ચન્ટ લોન વધારવાની યોજના જાહેર કરવામાં આવી હતી. પરંતુ, બ્રોકરેજ હાઉસને કંપનીની આ યોજના પસંદ ન આવી અને તેઓએ કંપનીની આવકના અંદાજમાં ઘટાડો કર્યો. હવે Paytm પર RBIના આ નિર્ણયની ખરાબ અસર કંપનીના શેર પર દેખાઈ શકે છે.

આ પણ વાંચો: GPay અને Paytm વાપરવું થયું મોંઘુ, હવે ચૂકવવો પડશે ચાર્જ

Back to top button