ટોપ ન્યૂઝબિઝનેસ

RBI MPC મીટિંગ: RBIની સામાન્ય માણસને રાહત; નહીં વધે EMI, રેપો રેટ 6.5% પર યથાવત

RBI MPC June 2023 Meeting: રિઝર્વ બેંકના ગવર્નર (RBI) શક્તિકાંત દાસે ગુરુવારે (8 જૂન) કહ્યું કે વૈશ્વિક સ્તર પર અનિશ્ચિત્તાઓ હોવા છતાં ભારતીય અર્થવ્યવસ્થા અને નાણાકીય ક્ષેત્ર મજબૂત બનેલું છે. શક્તિકાંત દાસે કહ્યું કે, મોનેટરી પોલીસી કમિટીએ રેપો રેટને 6.5% પર યથાવત રાખ્યો છે. એટલે કે આમાં કોઈ જ રીતનો ફેરફાર કરવામાં આવ્યો નથી.

મોનેટરી પોલીસ કમેટી ઉદાર નીતીના વલણને પરત લેવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. ભૂ-રાજકીય સ્થિતિના કારણે વૈશ્વિક આર્થિક ગતિવિધિઓની સ્પીડ ઘટશે. ફુગાવાની (મોંઘવારી) સ્થિતિ પર સતત અને નજીકથી નજર રાખવી ખુબ જ જરૂરી છે. દાસે કહ્યું કે મુખ્ય ફુગાવો ચાર ટકાના લક્ષ્યથી ઉપર છે. સાથે જ આ આખા વર્ષ દરમિયાન લક્ષ્યથી ઉપર રહે તેવું અનુમાન છે. ફુગાવાને નક્કી દાયરામાં બનાવી રાખવા માટે એમપીસી ત્વરિક અને યોગ્ય નીતિગત પગલા ભરવાનું ચાલું રાખશે.

RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે ભારતનું વાસ્તવિક ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) 2022-23માં 7.2%ની વૃદ્ધિ નોંધાવી જે અગાઉના 7%ના અંદાજ કરતાં વધુ મજબૂત છે. તેમણે કહ્યું કે તમામ પરિબળોને ધ્યાનમાં લેતા વર્ષ 2023-24 માટે વાસ્તવિક જીડીપી વૃદ્ધિ 6.5% રહેવાનો અંદાજ છે.

મંગળવારે મળી હતી એમપીસીની બેઠક

RBIની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની મંગળવારે બેઠક મળી હતી. મીટિંગ બાદ ગુરુવારે મીડિયાને સંબોધતા RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે ભારતીય અર્થતંત્ર અને નાણાકીય ક્ષેત્ર ખૂબ જ મજબૂત છે. વૈશ્વિક અનિશ્ચિતતા છતાં ભારતીય અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં છે. મોંઘવારી દર નીચે આવ્યો છે. તેમણે કહ્યું કે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ રેપો રેટ 6.5 ટકા પર રહેશે. આ સતત બીજી વખત છે જ્યારે દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દાસે કહ્યું કે વૈશ્વિક સ્તરે મોંઘવારી વધારે છે, જ્યારે ભારતમાં મોંઘવારી નિયંત્રણમાં છે.

એપ્રિલમાં પાછલી એમપીસી બેઠકમાં રિઝર્વ બેંકે નીતિગત દરમાં વધારા પર બ્રેક લગાવી દીધી હતી. આનાથી પહેલા મોંઘવારી પર લગામ લગાવવા માટે કેન્દ્રીય બેંકે મે 2022થી રેપો રેટમાં (2.5%)અઢી ટકાનો વધારો કર્યો હતો. હાલમાં જ RBI ગવર્નર શક્તિકાંત દાસે નાણાકીય વર્ષ 2022-23માં દેશના આર્થિક વિકાસ દરને લઈને એક મોટું નિવેદન આપ્યું હતું.

શક્તિકાંતે CIIના વાર્ષિક અધિવેશનમાં આપી હતી ચેતવણી

આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતુ કે નાણાકીય વર્ષ 2022-23માં દેશનો આર્થિક વિકાસ દર સાત ટકાથી વધારે રહેવાની શક્યતા છે. CII (Confederation of Indian Industry)ના વાર્ષિક અધિવેશનમાં આરબીઆઈ ગવર્નરે ઉદ્યોગ જગતને ચેતવણી આપતા કહ્યું હતુ કે મોંઘવારી પર ખતરો હજું ટળ્યો નથી. તેમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતુ કે સેન્ટ્રલ બેંકો રેપો રેટ ગ્રાઉન્ડની સ્થિતિને જોઈને જ નક્કી કરે છે. તે મારા હાથમાં નથી. આ બધુ ગ્રાઉન્ડ લેવલની સ્થિતિ પર નિર્ભર રહે છે. આપણે સતર્ક રહેવું પડશે.

દાસે કહ્યું હતુ કે વિશેષ રૂપથી આપણે તે જોવું પડશે કે અલ નીનોની ચોમાસા પર કેટલી અસર થાય છે. સાથે તે પણ જોવું પડશે કે મહત્વપૂર્ણ રહેશે કે હવામાન વિભાગ આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની દિશા અને દશા પર પોતાના અડેટેડ મોનસૂન ફોરકાસ્ટ રિપોર્ટમાં શું તથ્ય રજૂ કરે છે.

શું હોય છે રેપો રેટનો અર્થ

રેપો રેટ એટલે રિઝર્વ બેંક દ્વારા બેંકોને આપવામાં આવતી લોનનો દર (વ્યાજની ટકાવારી), બેંક આ ચાર્જથી પોતાના ગ્રાહકોને લોન આપે છે. રેપો રેટ ઓછો હોવાનો અર્થ તે છે કે બેંક લોકોને ઓછા વ્યાજે લોન આપશે અને જો તે વધે છે તો બેંક પોતાના લોનને મોંઘી કરશે અને લોકોના ઈએમઆઈ પણ વધી જશે.

Back to top button