RBIએ સતત દસમી વખત રેપોરેટ રાખ્યો યથાવત, 51મી MPC બેઠકમાં લેવાયો નિર્ણય
- RBIની મોનેટરી પોલિસી કમિટીની બેઠક સોમવારથી શરૂ થઈ હતી, જે આજે પૂર્ણ થઈ
નવી દિલ્હી, 9 ઓકટોબર: ભારતીય રિઝર્વ બેંકે(RBI) આ વખતે પણ મુખ્ય વ્યાજ દરો યથાવત રાખ્યા છે. RBIએ રેપોરેટમાં કોઈ ફેરફાર કર્યો નથી એટલે કે ફેબ્રુઆરી 2023થી અત્યારસુધી રેપોરેટને 6.5 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. RBI ગવર્નર અને MPCના અધ્યક્ષ શક્તિકાંત દાસે આજે બુધવારે MPCના નિર્ણયોની જાહેરાત કરતી વખતે આ માહિતી આપી હતી.
RBIની મોનેટરી પોલિસી કમિટીની બેઠક સોમવારથી શરૂ થઈ હતી. આ મહિનાની શરૂઆતમાં, સરકારે મોનેટરી પોલિસી કમિટી (MPC) – રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની રેટ-સેટિંગ કમિટીનું પુનર્ગઠન કર્યું હતું. આ વખતે પુનઃરચિત સમિતિએ ત્રણ નવનિયુક્ત બાહ્ય સભ્યો સાથે આ બેઠક યોજી છે.
#WATCH | Mumbai | RBI Governor Shaktikanta Das says, “…The Monetary Policy Committee decided by a majority to keep the policy repo rate unchanged at 6.5%…”
(Source – RBI/YouTube) pic.twitter.com/8qExz9HMEW
— ANI (@ANI) October 9, 2024
નીતિ વલણને તટસ્થ બનાવ્યું
RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, MPCની બેઠકમાં રેપોરેટને 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમજ પોલીસી વલણ તટસ્થ બનાવવામાં આવ્યું છે. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે, પ્રથમ ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ દર 6.7 ટકા રહેવાનો અંદાજ છે. મેન્યુફેક્ચરિંગ ધીમી પડવાના સંકેત દેખાઈ રહ્યા છે.
RBIના નિર્ણય બાદ બજારમાં તેજી
RBIના નિર્ણય પર શેરબજારમાંથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ સેન્સેક્સ 500 પોઇન્ટ ઉછળ્યો હતો. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં 150 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો.
આ વર્ષે 7.2% વૃદ્ધિ દરનો અંદાજ
RBIના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, નાણાકીય નીતિ સમિતિએ નાણાકીય વર્ષ 2025માં જીડીપી વૃદ્ધિ દર 7.2 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. સ્થાનિક વૃદ્ધિ સતત તેની ગતિ જાળવી રહી છે. તે જ સમયે, વૈશ્વિક અર્થવ્યવસ્થા તેની સ્થિતિસ્થાપકતા જાળવી રહી છે. જો કે, ભૌગોલિક રાજકીય તણાવ, નાણાકીય બજારની અસ્થિરતા અને વધતા સરકારી દેવાને કારણે ડાઉનસાઇડ જોખમો યથાવત છે. સાથે જ સકારાત્મક બાબત એ છે કે, વિશ્વ વેપારમાં સુધારાના સંકેત દેખાઈ રહ્યા છે.
ફુગાવા પર નિયંત્રણ
RBI ગવર્નરે કહ્યું કે, સારા ખરીફ વિસ્તાર અને સારા વરસાદને કારણે ખાદ્ય મોંઘવારીનું દબાણ ઘટ્યું છે. એવું લાગે છે કે મુખ્ય ફુગાવાનો દર સૌથી નીચા સ્તરે આવી ગયો છે.
આ પણ જૂઓ: ગુજરાત હાઈકોર્ટમાં 3 નવા જજની નિમણૂક, જાણો કોની નિયુકતી કરાઇ