ટોપ ન્યૂઝનેશનલબિઝનેસ

RBI મોટા ફેરફારો પર વિચાર કરી રહી છે, નોટ પર રવીન્દ્રનાથ ટાગોર અને અબ્દુલ કલામના ફોટા જોઈ શકાશે

Text To Speech

અત્યાર સુધી કરન્સી નોટ પર માત્ર મહાત્મા ગાંધીનો જ ફોટો જોવા મળતો હતો, પરંતુ હવે મહાત્મા ગાંધીની સાથે રવીન્દ્રનાથ ટાગોર અને એપીજે અબ્દુલ કલામનો પણ નોટ પર જોઈ શકાશે. ભારતીય રિઝર્વ બેંક પ્રથમ વખત નોટ પર ફોટો બદલવા પર વિચાર કરી રહી છે. મહાત્મા ગાંધી સાથે રવીન્દ્રનાથ ટાગોર અને ડૉ. એપીજે અબ્દુલ કલામના ફોટાને ભારતીય ચલણ પર મૂકવામાં આવે તે અંગે વિચાર ચાલી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આરબીઆઇ કેટલીક નોટની શૃંખલા પર ટાગોર અને કલામના ફોટાનો ઉપયોગ કરવા પર વિચાર કરી રહી છે.  ઈન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા સમાચાર અનુસાર નાણા મંત્રાલય અને RBI જલદી જ આ અંગે પગલાં ભરી શકે છે. આ પહેલીવાર છે જ્યારે RBI નોટ પર મહાત્મા ગાંધી ઉપરાંત અન્ય પ્રસિદ્ધ હસ્તીઓની તસવીરોનો ઉપયોગ કરવા પર વિચાર કરી રહી છે.

IIT પ્રોફેસરને મોકલવામાં આવ્યા નમૂના
રિપોર્ટ અનુસાર નાણા મંત્રાલય અને RBI હેઠળ આવનાર સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિટિંગ ઓફ ઈન્ડિયા તરફથી ગાંધી, ટાગોર અને કલામના વોટરમાર્કવાળી તસવીરોના નમૂના બે અલગ-અલગ સેટ આઇઆઇટી દિલ્હી અમેરિટસ પ્રોફેસર દિલીપ ટી શાહનીને મોકલવામાં આવ્યા છે. પ્રોફેસર શાહનીને બે સેટમાંથી એક સેટ સિલેક્ટ કરી સરકાર સમક્ષ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે તેનો અંતિમ નિર્ણય ઉચ્ચત્તમ સ્તરની થનારી બેઠકમાં ભાગ લેવામાં આવશે.

US ડોલરમાં પણ અલગ-અલગ તસવીરો જોવા મળે છે
જો તમે વિચારી રહ્યા છો કે આમ કેમ થઇ રહ્યું છે તો તમને જણાવી દઇએ કે નોટ પર ઘણાં અંકોના વોટરમાર્કને સામેલ કરવાની સંભાવનાઓની તપાસ કરવા માટે આ પગલાં ભરવામાં આવી રહ્યા છે. અહીં તમને જણાવી દઇએ કે અમેરિકામાં અલગ-અલગ મૂલ્યવર્ગના ડોલર્સમાં જ્યોર્જ વોશિંગ્ટન, બેન્જામિન ફ્રેંકલિન થોમસ જેફરસન, એન્ડ્ર્યૂ જેક્સન, એલેક્ઝાન્ડર હેમિલ્ટન અને અબ્રાહમ લિંકન સહિત 19મી સદીના કેટલાક રાષ્ટ્રપતિઓની તસવીરો છે.

Back to top button