ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

RBIએ સતત 5મી વખત વ્યાજદરમાં વધારો કર્યો, Home Loan સહિત તમામ લોન મોંઘી

Text To Speech

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસીની બેઠકમાં નીતિગત વ્યાજ દરોમાં સતત 5મી વખત વધારો કરવામાં આવ્યો છે. MPC સભ્યોએ આ વખતે RBI પોલિસી રેટમાં 35 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે, જેના પછી રેપો રેટ 6.25 ટકા થઈ ગયો છે. આ વર્ષે RBIએ વ્યાજ દરમાં 2.25 ટકાનો વધારો કર્યો છે.

RBI દ્વારા વ્યાજદરોમાં કરેલા વધારાથી Home Loan, ઓટો લોન સહિત તમામ લોન હવે વધુ મોંઘી થઈ થશે અને તેમના EMIમાં પણ વધારો થશે.

વ્યાજ દરોમાં સતત 5મી વખત વધારો

મે અને સપ્ટેમ્બર વચ્ચે સતત ત્રણ વખત 50 બેસિસ પોઈન્ટનો વધારો થયો છે. તે પહેલા એપ્રિલમાં 40 બેસિસ પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો. વાસ્તવમાં, છૂટક ફુગાવો ત્રણ મહિનાની નીચી સપાટીએ આવ્યા બાદ વ્યાજદરમાં વધુ વધારો નહીં થાય તેવી અટકળો વહેતી થઈ હતી.

તમને જણાવી દઈએ કે દેશમાં રિટેલ મોંઘવારી દર ઘટીને 6.77 ટકા પર આવી ગયો છે. જેના કારણે રેપો રેટમાં ઓછો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ, યુએસ ફેડ પણ ફુગાવાને અંકુશમાં લેવા માટે દરમાં સતત 75 બેસિસ પોઈન્ટનો વધારો કરી રહ્યું છે. આ વખતે જે અમેરિકન આંકડાઓ જોવા મળ્યા છે તેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે યુએસ ફેડ ફરીથી 75 બેસિસ પોઈન્ટનો વધારો કરી શકે છે.

Back to top button