ટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

આરબીઆઇની કેટલીક એનબીએફસી મોટી કાર્યવાહી, રૂ. 76.6 લાખનો લગાવ્યો દંડ

Text To Speech

મુંબઇ, 10 માર્ચઃ આરબીઆઇ (રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા)એ તાજેતરમાં જ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ (એનબીએફસી) પર 76.6 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. આ દંડ કરજદારો અને ઉધાર લેનારા ઇચ્છુક લોકોને જોડનારા મંચ (પિયર-ટુ-ટુ પિયર લેન્ડિંગ પ્લેટફોર્મ)થી સંબંધિત આરબીઆઇની કેટલીક માર્ગદર્શિકાઓનું પાલન નહી કરવા બદલ ફટકારવામાં આવ્યો હતો.

આરબીઆઇનીમાર્ગદર્શિકા ન માનવા પર કરાઇ કાર્યવાહી

આરબીઆઇએ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની – પિર ટુ પિયર લેન્ડિંગ પ્લેટફોર્મ (આરબીઆઇ)ની માર્ગદર્શિકાઓનુ પાલન નહી કરવા બદલ ફેરએસેટ્સ ટેકનોલોજીઝ ઇન્ડિયા પર 40 લાખ રૂપિયાનો અને બ્રિઝ ફિનટેક સોલ્યુશન્સલ અન રંગ દે પીટુપી ફાઇનાન્સિયલ સર્વિસીઝ પર 10-10 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે.

વિઝનરી ફાઇનાન્સ પિયર પર 16.6 લાખ રૂપિયાનો દંડ

રિઝર્વ બેંકે એમ પણ કહ્યું કે વિઝનરી ફાયનાન્સપિયર પર 16.6 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. સેન્ટ્રલ બેંકે જણાવ્યું હતું કે દરેક કેસમાં દંડ નિયમનકારી અનુપાલનમાં ખામીઓ પર આધારિત છે અને તેનો હેતુ તેમના ગ્રાહકો સાથે એન્ટિટી દ્વારા કરવામાં આવેલા કોઈપણ વ્યવહારો અથવા કરારોની કાયદેસરતા પર નિર્ણય લેવાનો નથી. સેન્ટ્રલ બેંકે અલગ-અલગ અખબારી દ્વારા દંડ અંગે માહિતી આપી હતી.

આ પણ વાંચો: ચેન્નઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, ઈન્ડિગો વિમાનનો પાછળનો ભાગ તૂટી ગયો! જાણો શું છે હકીકત

Back to top button