સતત ત્રીજી વખત RBIએ વ્યાજદરમાં વધારો કરતા જાણો કેટલી મોંઘી થશે હોમ લોનની EMI
RBIની મોનિટરી પોલિસી કમિટીની બેઠક પછી રેપો રેટમાં 50 બેઝીસ પોઈન્ટનો વધારો કરાયો છે, ત્યારે હવે રેપો રેટ 4.90થી વધીને 5.40 થઈ ગયો છે. RBIના આ નિર્ણય પછી સરકારથી લઈને ખાનગી બેંક અને હાઉસિંગ ફાયનાન્સ કંપનીઓના હોમ લોનના વ્યાજ દરમાં વધારો થશે, જેના કારણે EMI પર વધુ બોજ પડશે. આ પહેલાં પણ 4 મે અને 8 જૂન 2022નાં રોજ RBIએ રેપો રેટમાં કુલ 90 બેઝીસ પોઈન્ટનો વધારો કર્યો હતો જે બાદ બેંકથી લઈને હાઉસિંગ ફાયનાન્સ કંપનીઓની હોમ લોનના વ્યાજદરમાં 0.90 ટકાથી લઈને 1.15 ટકા સુધી વ્યાજદર વધી ગયા હતા. ત્યારે હવે ફરીથી હોમલોનની EMI હવે મોંઘી થઈ જશે.
RBIના રેપો રેટ વધવાની અસર
RBIના રેપો રેટ વધારવાના નિર્ણય પછી હાઉસિંગ ફાયનાન્સ કંપનીઓથી લઈને બેંક લોન મોંઘી થઈ જશે. અને મોંઘી લોનનો સૌથી મોટો બોજ સામાન્ય લોકોને ઉઠાવવો પડશે. હાલ બેંક કેં હાઉસિંગ ફાયનાન્સ કંપનીઓમાંથી હોમ લોન લઈને પોતાનું ઘર ખરીદ્યું છે. ત્યારે આ ઘર હવે કેટલું મોંઘુ પડશે તેના પર નજર કરીએ.
રેપોરેટનું EMI કનેક્શન
રેપોરેટ એ વ્યાજદર છે જેના પર બેન્કો RBI પાસેથી લોન લે છે. જ્યારે રિવર્સ રેપોરેટ તે દરને કહે છે જેના પર બેન્કો RBIમાં પૈસા જમા કરે છે અને RBI તેમને વ્યાજ આપે છે. અત્યારે રિવર્સ રેપોરેટ 3.35% છે. જ્યારે આરબીઆઈ રેપો રેટ ઘટાડે છે ત્યારે બેન્કો પણ ગ્રાહકો માટે વ્યાજદરમાં ઘટાડો કરે છે. તેનાથી EMI પણ ઘટી શકે છે. તે જ રીતે જ્યારે રેપોરેટ વધે છે ત્યારે વ્યાજદરમાં વધારાના કારણે ગ્રાહક માટે ધિરાણ મોંઘુ થાય છે.
20 લાખ રૂપિયાની હોમ લોન
માની લોકે તમે 20 લાક રૂપિયાની હોમ લોન 20 વર્ષ માટે 6.85%ના વ્યાજદરે લીધી છે તો તમારે 15,326 EMI આવતો હતો પરંતુ ત્રણ વખત રેપો રેટમાં કુલ 1.40 બેઝીઝ પોઈન્ટના વધારા બાદ હોમ લોન પર વ્યાજ દર વધીને 8.25% થઈ જશે જે બાદ તમારે 17,041 રૂપિયા EMI ચુકવવી પડશે. એટલે કે ત્રણ મહિનામાં 1,715 રૂપિયા EMI મોંઘી થશે. એટલે કે આખા વર્ષ દરમિયાન તમારા ખીસ્સા પર 20,580 રૂપિયાનો વધુ ભાર પડશે.
30 લાખ રૂપિયાની હોમ લોન
એક વ્યક્તિએ 7.55% રેટ પર 20 વર્ષ માટે 30 લાખ રૂપિયાની હોમલોન લીધી છે. તેની લોનનો હપતો 24,260 છે. 20 વર્ષમાં આ વ્યાજદરથી તેને 28,22,304 રૂપિયા વ્યાજ આપવું પડશે. એટલે કે તેને 30 લાખના બદલે 58,22,305 રૂપિયા ચૂકવવા પડશે. આ વ્યક્તિએ લોન લીધી તેના એક મહિના પછી RBI રેપો રેટમાં 0.50%નો વધારો કરે છે તો બેન્ક પણ લોનમાં 0.50% નો વધારો કરશે. એટલે કે હવે તેને EMI 25,817 રૂપિયા આવશે, એટલે કે તેને EMIમાં 927 રૂપિયા વધારે ચૂકવવા પડશે. આમ, 30 લાખની લોન માટે 20 વર્ષમાં રૂ. 60,44,793 રૂપિયા ચૂકવવા પડશે.
40 લાખ રૂપિયાની હોમ લોન
જો તમારે 40 લાખ રૂપિયાની હોમ લોન 6.95%ના વ્યાજદરે 15 વર્ષ માટે લીધી છે તો તમારે હાલ 35,841 રૂપિયા EMI ચુકવવો પડતો હશે. પરંતુ 1.40% રેપો રેટ વધ્યા બાદ વ્યાજદર વધીને 8.35% થઈ જશે ના કારણે EMI 38,086 રૂપિયા ચુકવવા પડશે. એટલે કે દર મહિને 2,965 રૂપિયા વધુ EMIની ચુકવણી કરવી પડશે. અને આખા વર્ષની ગણતરી કરીએ તો 35,580 રૂપિયા વધુ EMIની ચુકવણી કરવી પડશે.
50 લાખની હોમ લોન
જો તમારે 50 લાખ રૂપિયાની હોમ લોન 7.25 ટકાના વ્યાજ દરે 20 વર્ષ માટે લીધી છે તો તમારે હાલ 39,519 રૂપિયા EMI ચુકવવો પડતો રહશે. પરંતુ રેપો રેટમાં 1.40 ટકાના વધારા બાદ હોમ લોન પર વ્યાજદર વધીને 8.65% થઈ જશે જે બાદ 43,867 રૂપિયા EMI ચુકવવો પડશે. એટલે કે દર મહિને 4,348 રૂપિયા વધુ EMIની ચુકવણી કરવી પડશે અને એક વર્ષમાં તમારા ખીસ્સા પર 52,176 રૂપિયાનો વધુ ભાર પડશે.
શું વધુ મોંઘી થશે EMI
RBIએ ત્રણ તબક્કામાં રેપો રેટમાં 1.40%નો વધારો કર્યો છે. માનવામાં આવે છે કે જે પ્રકારે ક્રુડ ઓઈલ સહિત અન્ય કોમોડિટીના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. જે બાદ RBIને ભવિષ્યમાં લોન મોંઘી ન કરવી પડે.