ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત બગડી, ચેન્નાઈની હોસ્પિટલમાં દાખલ

Text To Speech
  • તેઓ અત્યારે સ્વસ્થ છે અને આગામી 2-3 કલાકમાં તેમને રજા આપવામાં આવશે: RBI અધિકારી

નવી દિલ્હી, 26 નવેમ્બર: RBI ગવર્નર શક્તિકાંત દાસને નાની સમસ્યાના કારણે ચેન્નાઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે અપોલો હોસ્પિટલમાં દાખલ છે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે એસિડિટીની ફરિયાદ કરી હતી અને તેમને સારવાર માટે ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.  તેમની તબિયતને લઈને RBI અધિકારીએ કહ્યું કે, હાલ તેઓ ઠીક છે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને આગામી 2-3 કલાકમાં તેમને રજા આપવામાં આવશે.

 

RBIના પ્રવક્તાએ શું કહ્યું?

આ પછી RBIના પ્રવક્તા દ્વારા તેમના સ્વાસ્થ્યને લઈને એક નિવેદન પણ જારી કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે એસિડિટીની ફરિયાદ કરી હતી અને તેમને નિરીક્ષણ માટે ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે તેમની તબિયત સારી છે. આગામી 2-3 કલાકમાં તેમને રજા આપવામાં આવશે. ચિંતા કરવાની કોઈ વાત નથી. RBIના વર્તમાન ગવર્નર શક્તિકાંત દાસનો કાર્યકાળ પણ 10 ડિસેમ્બરે પૂરો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, તે તેમના પદ પર ચાલુ રહેશે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે.

6 વર્ષ પહેલા RBI ગવર્નર બન્યા હતા

ઉર્જિત પટેલના અચાનક રાજીનામા બાદ શક્તિકાંત દાસે છ વર્ષ પહેલા RBI ગવર્નરની જવાબદારી સંભાળી હતી. તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે કોવિડ અને ત્યારપછી દેશમાં ઉભી થયેલી મોંઘવારીની સમસ્યાને અંકુશમાં લેવા માટે નોંધપાત્ર કામ કર્યું છે.

આ પણ જૂઓ: PAN 2.0 ને કેબિનેટની મંજૂરી, શું બેકાર થઈ જશે વર્તમાન પાન કાર્ડ? જાણો

Back to top button