ટ્રેન્ડિંગબિઝનેસ

RBIએ 2000 રૂપિયાની નોટને લઈને આપી મોટી માહિતી, જાણો શું કહ્યું?

Text To Speech

મુંબઈ, 29 માર્ચ : 2000 રૂપિયાની નોટને લઈને ફરી એકવાર મોટા સમાચાર આવ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અનુસાર, 1 એપ્રિલના રોજ એન્યુઅલ ક્લોઝિંગને કારણે, 2000 રૂપિયાની નોટો બદલી શકાશે નહી. આરબીઆઈની તમામ 19 ઓફિસોમાં આ નોટો બદલવા અને જમા કરાવવાની સેવાઓ બંધ રહેશે.

આરબીઆઈએ એક રીલીઝ શેર કરતા કહ્યું કે આ સેવા 2 એપ્રિલથી ફરી શરૂ થશે. અને જેની પાસે હજુ પણ રૂ. 2000ની નોટો છે તેઓ તેને RBI ઓફિસમાં જમા અથવા બદલી શકશે.

RBIની 19 ઓફિસોમાં 2000 રૂપિયાની નોટ બદલવાની સુવિધા શરૂ કરવામાં આવી હતી. અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમમાં લોકો હજુ પણ રૂ. 2000ની નોટો જમા અથવા બદલી શકે છે.

નોંધનીય છે કે ઑક્ટોબર 2023થી જ આરબીઆઈ કોઈપણ વ્યક્તિ/સંસ્થા પાસેથી રૂ. 2000ની નોટો તેમના બેંક ખાતામાં જમા કરાવવા માટે સ્વીકારી રહી છે. 1 માર્ચ, 2024 ના રોજ, સેન્ટ્રલ બેંકે માહિતી આપી હતી કે 19 મે, 2023 સુધીમાં, ચલણમાં રહેલી 2000 રૂપિયાની ચલણી નોટોમાંથી 97.62 ટકા બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે.

19 મે, 2023ના રોજ આરબીઆઈએ 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચી લેવાની જાણકારી આપી હતી. અને કહ્યું હતું કે આ નોટો બેંકોમાં જમા કરાવવી જોઈએ અથવા અન્ય મૂલ્યની નોટો સાથે એક્સચેન્જ કરવી જોઈએ. જો કે, આરબીઆઈએ કહ્યું હતું કે 2000 રૂપિયાની નોટ લીગલ ટેન્ડર રહેશે.

આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 19 મે, 2023ના રોજ કારોબારની સમાપ્તિ સમયે રૂ. 2,000ની કુલ રૂ. 3.56 લાખ કરોડની નોટો ચલણમાં હતી. 29 ફેબ્રુઆરી, 2024 ના રોજ કારોબાર બંધ થતાં આ મૂલ્યની ચલણમાં રહેલી નોટોનું મૂલ્ય ઘટીને રૂ. 8,470 કરોડ થઈ ગયું છે.

Back to top button