ટોપ ન્યૂઝનેશનલ

કેન્દ્ર સરકારને રૂ.87416 કરોડનું ડિવિડન્ડ ચુકવવા RBI સહમત

Text To Speech
  • CBOD ની બેઠકમાં લેવાયો નિર્ણય
  • ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં યોજાઈ હતી 602મી બેઠક
  • અગાઉ 30 હજાર કરોડથી વધુ ડિવિડન્ડ ચૂકવાયું હતું

ભારતીય રિઝર્વ બેંક (RBI) કેન્દ્ર સરકારને રૂ. 87,416 કરોડનું ડિવિડન્ડ ચૂકવવા સંમત થઈ છે. કેન્દ્રીય બેંકના બોર્ડની બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં ભારતીય રિઝર્વ બેંકના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 602મી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

વર્ષ 2021-22માં 30,307 કરોડ રૂપિયાનું ડિવિડન્ડ અપાયું

અગાઉ નાણાકીય વર્ષ 2021-22માં આરબીઆઈએ સરકારને 30,307 કરોડ રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું સાથે આરબીઆઈ બોર્ડે આકસ્મિક જોખમ બફરને વર્તમાન 5.5 ટકાથી વધારીને 6 ટકા કરવાનો નિર્ણય લીધો છે. બેઠક દરમિયાન, નાણાકીય વર્ષ 2022-23 માટે આરબીઆઈના વાર્ષિક અહેવાલ અને હિસાબોને પણ મંજૂરી આપવામાં આવી હતી.

નાણાકીય વર્ષ 22-23 વચ્ચેના કાર્યની સમીક્ષા કરવામાં આવી

કેન્દ્રીય બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શુક્રવારે યોજાયેલી બોર્ડ મીટિંગમાં વર્તમાન વૈશ્વિક અને સ્થાનિક આર્થિક સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ સાથે વૈશ્વિક રાજકીય વિકાસ સાથે જોડાયેલા પડકારો અને તેની અસરો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં એપ્રિલ 2022 અને માર્ચ 2023 વચ્ચેની મધ્યસ્થ બેંકની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

Back to top button