ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

RBI: બે હજારની 98 ટકા નોટ બેન્કોમાં પરત લેવાઇ, જાણો હજુ કેટલી બાકી

Text To Speech
  • આરબીઆઈ દ્વારા હજુ પણ બે હજારની નોટ પરત લેવાઇ રહી છે
  • બેંકોમાં નોટોને જમા કરવા અને અથવા બદલવાની સુવિધા 7 ઓક્ટોબર, 2023 સુધી હતી
  • 2000 રૂપિયાની લગભગ 98 ટકા (97.92%) નોટ બેન્કિંગ સિસ્ટમમાં પરત આવી ગઇ

બે હજારની 98 ટકા નોટ બેન્કોમાં પરત આવી ગઇ છે. જેમાં આરબીઆઈ દ્વારા હજુ પણ બે હજારની નોટ પરત લેવાઇ રહી છે. બે હજારની નોટોનું મૂલ્ય દિવસનો કારોબાર બંધ થવા પર 3.56 લાખ કરોડ છે. પરત લેવાયેલી નોટોમાંથી માત્ર 7,409 કરોડ રૂપિયા જ જનતા વચ્ચે બચી છે. 2000 રૂપિયાની લગભગ 98 ટકા (97.92%) નોટ બેન્કિંગ સિસ્ટમમાં પરત આવી ગઇ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં મેઘમહેર 

હજુ પણ 7,409 કરોડ રૂપિયાની ચલણી નોટો માર્કેટમાં

જોકે, હજુ પણ 7,409 કરોડ રૂપિયાની ચલણી નોટો માર્કેટમાં છે. ભારતીય રિઝર્વ બેન્કે ગુરુવારે જણાવ્યું હતું કે બે હજાર રૂપિયાની 97.92 ટકા નોટ બેન્કિંગ સિસ્ટમમાં પરત ફરી છે અને પરત લેવાયેલી નોટોમાથી માત્ર 7,409 કરોડ રૂપિયા જ જનતા વચ્ચે બચી છે. 19 મે, 2023ના રોજ ભારતીય રિઝર્વ બેન્કએ 2000 રૂપિયાની બેન્કનોટોને ચલણમાંથી પરત લેવાની જાહેરાત કરી હતી. તે દિવસે ચલણમાં રહેલી બે હજારની નોટોનું મૂલ્ય દિવસનો કારોબાર બંધ થવા પર 3.56 લાખ કરોડ રૂપિયા હતું. 31 જુલાઇ 2024ના રોજ કારોબાર બંધ થવા પર તે ઘટીને 7,409 કરોડ રૂપિયા થઇ ગયું હતું. 2000 રૂપિયાની નોટોને જમા કરવા અને અથવા બદલવાની સુવિધા 7 ઓક્ટોબર, 2023 સુધી દેશની તમામ બેન્ક શાખાઓમાં ઉપલબ્ધ હતી.

કોઈપણ RBI ઓફિસમાં 2000 રૂપિયાની નોટ મોકલી શકે છે

2,000 રૂપિયાની નોટ હજુ પણ કાનૂની ટેન્ડર છે. આ નોટો બિનઉપયોગી રેન્ડર કરવામાં આવી નથી. જો કે, તેમનું સામાન્ય પરિભ્રમણ બંધ કરી દેવામાં આવ્યું છે અને દેશભરમાં રિઝર્વ બેંકની પ્રાદેશિક કચેરીઓની મુલાકાત લઈને જ તેમની બદલી અથવા જમા કરાવી શકાશે. આ સિવાય લોકો તેમના બેંક ખાતામાં જમા કરાવવા માટે ઈન્ડિયા પોસ્ટ દ્વારા કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી કોઈપણ RBI ઓફિસમાં 2000 રૂપિયાની નોટ મોકલી શકે છે.

Back to top button