ગુજરાત

રે કળયુગ ! માતાએ જ પોતાની બે પુત્રીઓની ઘાતકી હત્યા કરી નાખી

Text To Speech

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં માતાએ પુત્રીઓની હત્યા કરી પોતે પણ આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. માતાએ પોતાની જ બે સગી દિકરીઓને ઝેરી દવા પીવડાવી બાદમાં ગળુ દબાવીને હત્યા કરી આત્મહત્યનો પ્રયાસ કર્યો હતો.

 વડોદરામાં માતાએ પોતાની બે દિકરીઓની કરી હત્યા 

વડોદરામાંકારેલીબાગ ખાતે આવેલી એક સોસાયટીમાં રહેતી અને ટી.વાય.બી.કોમમાં અભ્યાસ કરતી હની ચૌહાણ અને ધોરણ નવમાં અભ્યાસ કરતી શાલિની ચૌહાણને પોતાની માતા એ જ મોતને ઘાટ ઉતારી દીધી છે. પુત્રીઓની ઘાતકી હત્યા બાદ માતાએ પોતે પણઆપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. કારેલીબાગ ખાતે આવેલી અક્ષતા સોસાયટીના બી-66 ઘર નંબરમાં પ્રથમ માળે આ ઘટના બની હતી.

વડોદરા-humdekhengenews

ઝેરી દવા આપ્યા બાદ પુત્રીઓને ગળેફાંસો આપી કરી હત્યા

પ્રાપ્ત વિગતો મુજબ વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી અક્ષતા સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતી ડિવોરસી મહિલા દક્ષા ચૌહાણે થોડા દિવસો પહેલા જ મકાન ભાડે રાખ્યું હતું. આ મહિલાની સાથે તેની બે દીકરીઓ હતી. જેમાં મોટી દીકરી હની ચૌહાણ T.Y.Bcomમાં અભ્યાસ કરતી હતી અને ધોરણ 9માં શાલીની ચૌહાણ અભ્યાસ કરતી હતી. ત્યારે મકાન ભાડે રાખ્યના થોડા જ દિવસમાં આ માતાએ તેની બે પુત્રીઓની હત્યા કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સૌ પ્રથમ માતાએ બે પુત્રીઓને ઝેર આપીને હત્યા કરવાનું કાવતરું કર્યું હતું પરંતુ તેમાં સફળતા ન મળતા માતાએ બાદમાં પુત્રીઓને ગળેફાંસો આપી ઘાતકી હત્યા કરી નાખી હતી. અને પછી પોતે પણ ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુંપાડોશીઓએ બચાવી લીધી અને વધુ સારવાર માટે શહેરની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

આર્થિક સંકડામણને કારણે માતાએ પગલુ ભર્યું

ઘટનાને પગલે કારેલીબાગ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આર્થિક સંકડામણને કારણે માતાએ માતાએ આ પગલુ ભર્યું હોવાનું માલુમ પડી રહ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

 આ પણ વાંચો : સિંગતેલના ભાવમાં ફરી એક વખત ભડકો, જાણો શું છે આજનો લેટેસ્ટ ભાવ

Back to top button