કાચું પપૈયું અનેક રીતે ફાયદાકારક..
કાચા પપૈયાંમાં વિટામિન-બી, વિટામિન-સી, પોટેશિયમ, ફાઇબર, ફોલેટ, આયર્ન અને મેગ્નેશિયમ સિવાય ફાઇબર પણ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. અન્ય પોષક તત્ત્વો હોવાને કારણે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. અને અનેક રોગો સામે લડવાની શક્તિ આપે છે. કાચુ પપૈયું પેચની સમસ્યામાં રાહત આપવાનું કામ કરવાની સાથે જ આર્થરાઈટિસનો દુખાવો પણ ઓછો કરે છે. કાચા પપૈયામાં ચોક્કસ એન્ઝાઇમ હોય છે જે આપણા શરીરમાં સારા બેક્ટેરિયા માટે સારા હોય છે. સામાન્ય રીતે, કાચા પપૈયાનું સેવન ખૂબ સારું છે. પરંતુ આયુર્વેદ કહે છે કે સવારે ખાલી પેટ કાચા પપૈયા ખાવાના ફાયદા પણ વધારે છે.
આ પણ વાંચો : આ ખરાબ ટેવો તમારી ત્વચાની ચમક છીનવી લે છે, આજે જ બદલો..
કાચા પપૈયામાં વિવિધ પ્રકારના વિટામિન્સ, મિનરલ્સ અને અન્ય પોષક તત્વો હોય છે. તેથી, પાકેલા પપૈયાના સેવનની સાથે કાચા પપૈયાને ખાવાની સલાહ આપવામાં આવે છે. જે લોકોને વજન ઘટાડવામાં સફળતા નથી મળી રહી તેમના માટે કાચું પપૈયું ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે કાચા પપૈયાનું સેવન કરવાથી તે વધારાની કેલરી અને ચરબી ઘટાડી શકે છે. પૈયામાં વિટામિન સી, વિટામિન ઇ, વિટામિન એ અને ફોલેટ હોય છે. જ્યારે 100 ગ્રામ કાચા પપૈયા ખાવાથી માત્ર 39 કેલરી મળે છે. કાચા પપૈયામાં એન્ટીઓક્સીડેન્ટ પણ વધુ હોય છે જે શરીરમાં રહેલી વધારાની ચરબી અને કેલરી ઘટાડવામાં મદદ કરે છે. આ રીતે તમે કાચા પપૈયાને તમારા આહારમાં સામેલ કરીને તમારું વજન ઘટાડી શકો છો.
આ પણ વાંચો : આ આદત તમને દમ અને હાર્ટના દર્દી બનાવી શકે છે.
જો કાચા પપૈયાની વાત કરીએ તો તેમાં વિટામિન E, એમિનો એસિડ અને વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે, જે તમને અકાળ વૃદ્ધત્વના સંકેતોથી બચાવવા માટે જરૂરી છે. આ સાથે જ કાચા પપૈયાનું લિમિટમાં કરવામાં આવતું સેવન . હૃદયને સ્વસ્થ રાખે છે. તે વજન ઘટાડવામાં પણ ખૂબ અસરકારક છે. ઔષધીય ગુણોથી ભરપૂર કાચા પપૈયાનું સેવન કરીને તમે સોજાથી છુટકારો મેળવી શકો છો. કાચા પપૈયાનું નિયમિત સેવન કરવાથી તમને ઓસ્ટીયોપોરોસીસ, આર્થરાઈટીસ વગેરે રોગોમાં ફાયદો થાય છે. કાચા પપૈયામાં રહેલ વિટામિન Aની હાજરીને કારણે, તે ધૂમ્રપાન કરતા લોકોમાં ફેફસાંની બળતરા ઘટાડે છે. જો તમે બળતરાની સમસ્યાથી પરેશાન છો, તો કાચા પપૈયાને આહારમાં સામેલ કરી શકાય છે. કાચા પપૈયા તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક દવાનું કામ કરે છે.પપૈયાનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તે સુગર લેવલને વધવા દેતું નથી. જ્યાં પાકેલા પપૈયામાં મીઠાશ હોય છે ત્યાં કાચા પપૈયામાં સ્વાદ,મીઠાશ હોતી નથી જેના કારણે તે વધુ ફાયદાકારક બને છે.
આ પણ વાંચો : પાર્ટનર સાથેનો પ્રેમ લાઇફટાઇમ જાળવી રાખવો છે? તો અપનાવો આ ટિપ્સ
પાકા પયૈપા કરતા કાચા પપેયામાં સક્રિય અન્જાઇમ્સ હોય છે. તેમાં બે સોથી મજબૂત અન્જાઇમ્સ પપાઇન ફાઇમોપૈપેન છે.આ બંને અન્જાઇન્સ ભોજનમાંથી ફેટ, પ્રોટીન કાર્બોહાઇડ્રેઇટસને તોડવામાં મદદરૂપ થાય છે. વાસ્તવમાં પેપ્સીનની તુલનામાં આ પપાઇન અન્જાઇમ્સ ફેટને તોડવામાં વધુ કારગર છે. જેથી કાચા પપૈયું ખાવાથી વજન ઝડપથી ઉતરે છે. જો આપ ડાયાબિટિશના દર્દી હો તો કાચું પપૈયું આપના માટે ઉપયુક્ત ફળ છે. આ કાચું ફળ ડાયાબિટીશના રોગી માટે ઉત્તમ છે. રિસર્ચનું પણ તારણ છે કે કાચા પપૈયાનું જ્યુસ બ્લડ શુગર લેવલને ઓછું કરવામાં મદદ કરે છે. રોગપ્રતિકારક તંત્ર માટે મદદરૂપ કાચું પપૈયું પોષક તત્વોનો ખજાનો છે. ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક ડાયાબિટીસની સમસ્યામાં કાચા પપૈયાનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે. ત્વચાની સુંદરતામાં સુધારો કરે છે કાચા પપૈયામાં વિટામિન-એ અને એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ જોવા મળે છે, જે ત્વચાની સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ છે. તે ત્વચાના પિમ્પલ્સ, કરચલીઓ વગેરે દૂર કરે છે.
આ પણ વાંચો : BMI ને મેનેજ કરવાની રીત….આજે જ જાણો