કાચી ડુંગળી અને તળેલી ડુંગળી, શું છે બંનેના ફાયદા અને નુકશાન?
- કેટલાક લોકો કચુંબર તરીકે કાચી ડુંગળી ખાય છે તો કેટલાક લોકોને ફ્રાય કરેલી ડુંગળી ખાવી વધુ પસંદ હોય છે. શાકનો સ્વાદ વધારવા માટે ક્યારેક ડુંગળી તળીને પણ નાંખવામાં આવે છે
દુનિયાભરમાં મોટાભાગના લોકો ડુંગળી ખાય છે. ડુંગળી શરીર માટે અનેક રીતે ફાયદાકારક છે. કેટલાક લોકો કચુંબર તરીકે કાચી ડુંગળી ખાય છે તો કેટલાક લોકોને ફ્રાય કરેલી ડુંગળી ખાવી વધુ પસંદ હોય છે. શાકનો સ્વાદ વધારવા માટે ક્યારેક ડુંગળી તળીને પણ નાંખવામાં આવે છે. કાચી અને તળેલી ડુંગળી બંને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ જે વ્યક્તિ વજન ઘટાડવા ઈચ્છતી હોય તેણે તળેલી ડુંગળીથી દૂર રહેવું જોઈએ. હૃદયની તંદુરસ્તી અને બ્લડ સુગરને નિયંત્રિત કરવા માટે કઈ ડુંગળી ખાવી જોઈએ? જાણો તળેલી અને કાચી ડુંગળીના ફાયદા અને નુકશાન
કાચી ડુંગળી ખાવાના ફાયદા અને ગેરફાયદા
ફાયદા
- તેમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડેન્ટ હોય છે, જે રોગોથી બચાવે છે.
- પાચન ક્રિયા સુધારે છે.
- બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે.
- બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
- તે હૃદયના સ્વાસ્થ્ય માટે પણ સારી ગણાય છે.
- રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
- કેન્સર સામે રક્ષણ કરવામાં મદદ કરી શકે છે.
નુકસાન
- પેટમાં બળતરા અને ગેસ થઈ શકે છે.
- શ્વાસમાં દુર્ગંધ પેદા કરી શકે છે.
- કેટલાક લોકોમાં એલર્જીનું કારણ બની શકે છે.
તળેલી ડુંગળી ખાવાના ફાયદા અને ગેરફાયદા
ફાયદા
- તે વિટામિન A અને Cનો સારો સ્ત્રોત છે.
- હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
- ત્વચા અને આંખના સ્વાસ્થ્ય માટે સારી છે.
- રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
નુકસાન
- કેલરી અને ચરબી વધારે છે.
- કોલેસ્ટ્રોલનું સ્તર વધારી શકે છે.
- હૃદય રોગ અને ડાયાબિટીસનું જોખમ વધારી શકે છે.
- પાચનમાં મુશ્કેલી ઊભી કરી શકે છે.
વજન ઘટાડવા માટે કેવી ડુંગળી ખાવી જોઈએ?
જો તમે વધતા વજનથી પરેશાન છો તો તમારા આહારમાં કાચી ડુંગળીનો સમાવેશ કરો. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. તે પાચનતંત્રને સુધારે છે. ફાઈબરથી ભરપૂર હોવાથી કાચી ડુંગળી તમને લાંબા સમય સુધી ભૂખ લગાડતી નથી. તે ખોરાકને ઝડપથી પચાવે છે અને ચયાપચયને સુધારવાનું કામ કરે છે.
આ પણ વાંચોઃ ચોમાસામાં મળતા નાનકડા જાંબુના છે મોટા ફાયદા, મહિલાઓ ખાસ ખાય