સ્પોર્ટસ

T20 World Cup નહીં રમી શકે જાડેજા, BCCIના અધિકારીઓ ગુસ્સે

Text To Speech

સ્ટાર ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા એશિયા કપમાં ઈજાગ્રસ્ત થયો હતો અને તે સુપર ફોર સ્ટેજની એક પણ મેચ રમી શક્યો નહોતો. હવે એવા અહેવાલ સામે આવ્યા છે કે, ઈજાગ્રસ્ત જાડેજા T20 World Cup 2022માં પણ નહીં રમી શકે.

BCCI પણ જાડેજા પર રોષે ભરાયેલું છે. કારણકે જાડેજા પોતે જ બેદરકારીના કારણે ઈજાગ્રસ્ત થયો હતો. જાડેજાના ઘૂંટણની સર્જરી કરવામાં આવી છે પણ મીડિયા રિપોર્ટ પ્રમાણે આ ઈજા જાડેજાના પોતાના કારણે જ થઈ છે.

દુબઈમાં વોટર સ્પોર્ટસ એક્ટિવિટી દરમિયાન સ્કી બોર્ડ પર જાડેજા લપસી ગયો હતો અને ઘૂંટણમાં ખરાબ રીતે ઈજા પહોંચી હતી.આ એક્ટિવિટી ટ્રેનિંગનો હિસ્સો નહોતી.

ઈજાગ્રસ્ત થયા બાદ ક્રિકેટ બોર્ડની દેખરેખમાં જાડેજાની સર્જરી થઈ હતી પણ હવે એવો સવાલ ઉઠી રહ્યો છે કે, વોટર સ્પોર્ટસ એક્ટિવિટીની જરૂર શું હતી? વર્લ્ડ કપ જેવી ટુર્નામેન્ટ પહેલા ઈજા થવાની શક્યતા રહે તેવી એડવેન્ચર એક્ટિવિટી કરવાની જરૂર નહોતી. ક્રિકેટ બોર્ડના અધિકારીઓ આ મુદ્દે નારાજ છે.

Ravindra Jadeja
Ravindra Jadeja

જોકે કોઈએ હજી સુધી સત્તાવાર રીતે ઈજા પર સવાલ નથી ઉઠાવ્યો પણ દ્રવિડ પણ જાડેજાના ઈજાગ્રસ્ત થવા પર હજી સુધી કશું બોલ્યા નથી.એવુ મનાઈ રહ્યુ છે કે, ટીમ ઈન્ડિયા જાડેજા વગર જ વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે ઓસ્ટ્રેલિયા જશે.

Back to top button