ટ્રેન્ડિંગસ્પોર્ટસ

રવીન્દ્ર જાડેજા ICC પ્લેયર ઓફ ધ મન્થ માટે નોમિનેટ, આ દિગ્ગજ ખેલાડીઓ સામે ટક્કર થશે

Text To Speech

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી અને વર્તમાન વિશ્વ ટેસ્ટ રેન્કિંગમાં નંબર 1 ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ICC દ્વારા ફેબ્રુઆરી મહિના માટે પ્લેયર ઓફ ધ મન્થ
માટે નોમિનેટ કરવામાં આવ્યો છે. જાડેજા ઉપરાંત જે 3 ખેલાડીઓને આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે તેમાં ઈંગ્લેન્ડ ટીમના બેટ્સમેન હેરી બ્રુક અને વેસ્ટ ઈન્ડિઝનાબોલર ગુડાકેશ મોતીનો પણ સમાવેશ થાય છે.

નોમિનેટેડ ખેલાડીઓમાં બીજા નંબર પર ઇંગ્લેન્ડનો યુવા બેટ્સમેન હેરી બ્રુક છે, જેણે ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી દરમિયાન બેટ વડે શાનદાર પ્રદર્શન કર્યું હતું. બ્રુકે 2 મેચમાં 1 સદી અને 2 અડધી સદીની ઈનિંગ્સના આધારે કુલ 229 રન બનાવ્યા.

આ પણ વાંચોઃ BAN vs ENG 3rd ODI: બાંગ્લાદેશે ઈંગ્લેન્ડને 50 રને હરાવ્યું, શાકિબે પલટી મેચ

આ 3 ખેલાડીઓ મહિલાઓમાં નોમિનેટ થયા હતા

ફેબ્રુઆરી 2023 ના મહિનામાં ICC પ્લેયર ઓફ ધ મન્થ માટે નામાંકિત કરાયેલી 3 મહિલા ખેલાડીઓમાં, ICC મહિલા T20 નંબર 1 ખેલાડી એશ્લે ગાર્ડનર, જેણે
તાજેતરમાં સમાપ્ત થયેલા T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ સિવાય ઈંગ્લેન્ડની મહિલા ટીમની ઓલરાઉન્ડર ખેલાડી નેટ સાયવર બ્રન્ટ અને દક્ષિણ
આફ્રિકાની મહિલા ટીમની ખેલાડી લૌરા વોલ્વાર્ડને નોમિનેટ કરવામાં આવી છે.

Back to top button