ક્રિકેટના મેદાન પર રવિન્દ્ર બન્યો ‘ફ્લાઈંગ’ જાડેજા, કૂદીને પકડ્યો અદભુત કેચ


પુણેમાં બાંગ્લાદેશની સામેની મેચમાં ભારતીય ટીમના રવિન્દ્ર જાડેજાએ કરેલો કેચનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રવિન્દ્ર જાડેજાએ જસપ્રિત બુમરાહના બોલ પર મુશફિકુર રહીમનો શાનદાર કેચ લીધો હતો. બેટ્સમેન રવિન્દ્ર જાડેજાના કેચ પર વિશ્વાસ કરી શક્યા ન હતા. જો કે રવિન્દ્ર જાડેજાનો કેચ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે આ વર્લ્ડ કપનો બેસ્ટ કેચ છે.
Appreciation Tweet for Ravindra Jadeja 👏
What a great catch. 🙌#INDvsBAN #ViratKohli #HardikPandya #IndianCricket #indiavsbangladesh #INDvBAN Litton Das #Shami pic.twitter.com/uW09wBDkGp
— Lucifer 45 (@1m_lucifer45) October 19, 2023
કેચ સોશિયલ મીડિયા પર વાયરલ
પોઈન્ટ પર ફિલ્ડિંગ કરી રહેલા રવિન્દ્ર જાડેજાએ પોતાની જમણી તરફ ડાઈવ કરીને શાનદાર કેચ લીધો હતો. સોશિયલ મીડિયા યુઝર્સ રવિન્દ્ર જાડેજાના આ કેચના ખૂબ વખાણ કરી રહ્યા છે. આ સિવાય ફેન્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.
આ પણ વાંચો
વર્લ્ડ કપ 2023: ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું
વર્લ્ડ કપ-2023માં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને હરાવીને જીત હાંસલ કરી છે. મહારાષ્ટ્રના પુણેમાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું છે.