રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ, આ રેકોર્ડ બનાવનાર એકમાત્ર ભારતીય ખેલાડી બન્યો
- ત્રીજી ટેસ્ટ મેચમાં રવિન્દ્ર જાડેજાએ શાનદાર બેટિંગ કરી અને તેની ટેસ્ટ કારકિર્દીની 22મી અડધી સદી ફટકારી
HD ન્યૂઝ ડેસ્ક, 17 ડિસેમ્બર: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગાબામાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં રવિન્દ્ર જાડેજાએ શાનદાર બેટિંગ કરી અને તેની ટેસ્ટ કારકિર્દીની 22મી અડધી સદી ફટકારી હતી. જાડેજાએ આ અડધી સદીની ઇનિંગ્સ (77 રન) એવા સમયે રમી જ્યારે ટીમને તેની સૌથી વધુ જરૂર હતી. રોહિત શર્માના આઉટ થયા બાદ જાડેજા બેટિંગ કરવા આવ્યો હતો અને કે.એલ.રાહુલે સાથે મળીને છઠ્ઠી વિકેટ માટે 67 રનની પાર્ટનરશિપ કરી હતી. એક તરફ રાહુલ 86 રન બનાવીને આઉટ થયો હતો પરંતુ જાડેજાએ ક્રિઝ પર જોરદાર રમત રમી હતી અને પોતાની અડધી સદી પૂરી કરવામાં સફળ રહ્યો હતો. મહત્ત્વપૂર્ણ છે કે, 2017 પછીથી ટેસ્ટમાં 7મા અથવા નીચલા ક્રમ પર બેટિંગ કરતી વખતે સૌથી વધુ 50+ સ્કોર બનાવનાર બેટ્સમેન જાડેજા બની ગયો છે
2017 પછીથી ટેસ્ટમાં 7મા અથવા નીચલા ક્રમ પર બેટિંગ કરતી વખતે સૌથી વધુ 50+ સ્કોર બનાવનાર બેટ્સમેન
- રવિન્દ્ર જાડેજા- 15
- નિરોશન ડિકવેલા – 12
- આગા સલમાન – 11
- ક્વિન્ટન ડી કોક- 11
- એલેક્સ કેરી – 10
- મેહદી હસન મિરાજ – 10
આવું કારનામું કરનાર એકમાત્ર ભારતીય ખેલાડી
આ સિવાય સર રવિન્દ્ર જાડેજા વિશ્વ ક્રિકેટમાં આવો ત્રીજો ક્રિકેટર બની ગયો છે જેણે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં 6 કે તેથી વધુ ફિફ્ટી પ્લસ સ્કોર કરવાનો અને 75થી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો હોય. તેના પહેલા વિલ્ફ્રેડ રોડ્સ અને ઈયાન બોથમે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં આ પ્રકારનું કારનામું કર્યું હતું. જાડેજાએ ઓસ્ટ્રેલિયા સામે અત્યાર સુધીમાં કુલ 89 વિકેટ લીધી છે અને 6 ફિફ્ટી પ્લસ સ્કોર કરવામાં સફળ રહ્યો હતો.
ઈંગ્લેન્ડનો વિલ્ફ્રેડ રોડ્સ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટમાં 10 ફિફ્ટી પ્લસ ફટકારવામાં સફળ રહ્યો છે, જ્યારે તે 109 વિકેટ લેવામાં સફળ રહ્યો છે. આ સિવાય ઈયાન બોથમે ઓસ્ટ્રેલિયા સામે 10 વખત ફિફ્ટી પ્લસ રન બનાવ્યા છે અને તે ઓસ્ટ્રેલિયા સામે 148 વિકેટ લેવામાં પણ સફળ રહ્યો છે.
ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટમાં 6+ 50s અને 75+ વિકેટ લેનારા ખેલાડીઓ
- વિલ્ફ્રેડ રોડ્સ
- ઇયાન બોથમ
- રવિન્દ્ર જાડેજા
ગાબા ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના ટોપ ઓર્ડર બેટ્સમેનો સંપૂર્ણ રીતે ફ્લોપ રહ્યા હતા, પરંતુ KL રાહુલે 86 રનની ઇનિંગ રમીને ભારતને મુશ્કેલીમાંથી બહાર લાવ્યું હતું. મહત્ત્વપૂર્ણ છે કે, ઓસ્ટ્રેલિયાએ 445 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે 152 રન અને સ્ટીવ સ્મિથે 101 રન બનાવ્યા હતા. તેમની બંને ઇનિંગ્સના આધારે ઓસ્ટ્રેલિયન ટીમ 445 રન બનાવવામાં સફળ રહી હતી.
આ પણ જૂઓ: બુમરાહનો પેટ કમિન્સના બોલ પર ચમત્કારિક છગ્ગો, ઑસ્ટ્રેલિયન કેપ્ટન રહી ગયો દંગ; જૂઓ વીડિયો