ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

શું ટીમ ઈંડિયાની કમાન એક ગુજરાતી ખેલાડીના હાથમાં હશે? કપ્તાન બનવાના સવાલ પર રવીન્દ્ર જાડેજાએ આપ્યો આવો જવાબ

IND VS ENG: ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચના બીજા દિવસની રમત પૂરી થયા પછી, રવિન્દ્ર જાડેજાને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેપ્ટનશીપ વિશે પ્રશ્ન કરવામાં આવ્યો હતો. અહીં જાણો તેમણે શું જવાબ આપ્યો હતો.

ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં જાડેજાએ શાનદાર બેટિંગ કરી છે. આ દરમ્યાન જાડેજાએ શાનદાર અડધી સદી ફટકારી હતી. જાડેજાએ કેપ્ટન શુભમન ગિલ સાથે 203 રનની ભાગીદારી પણ કરી હતી.

આ મેચમાં જાડેજાએ 89 રનની ઇનિંગ રમી હતી. જો કે, જાડેજા માત્ર 11 રનથી સદી ચૂકી ગયો હતો. આ પછી, દિવસની રમતના અંતે, જાડેજા પ્રેસ કોન્ફરન્સમાં ગયો હતો, જ્યાં તેને પૂછવામાં આવ્યું કે તે કેપ્ટન બનવા વિશે શું વિચારે છે.

જાડેજાએ કેપ્ટનશીપ વિશે રમુજી જવાબ આપ્યો હતો. જાડેજાએ હસીને ફક્ત ત્રણ શબ્દોમાં જવાબ આપ્યો, ‘તે સમય ગયો.’ જાડેજાએ તેની લગભગ 16 વર્ષની લાંબી કારકિર્દીમાં ક્યારેય ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું નથી.

રોહિત શર્માની નિવૃત્તિ પછી, બધાને આશા હતી કે ટીમના સૌથી સિનિયર ખેલાડી હોવાને કારણે, જાડેજાને પણ કેપ્ટન બનાવવામાં આવી શકે છે. પરંતુ ટીમની કમાન યુવાન ગિલને સોંપવામાં આવી હતી.

જાડેજાએ ઇંગ્લેન્ડ સામે અડધી સદીની ઇનિંગ રમીને ઇતિહાસ રચી દીધો હતો. જાડેજા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઇતિહાસમાં 2000 રન બનાવનાર અને 100 વિકેટ લેનારો એકમાત્ર ખેલાડી બન્યો છે.

આ પણ વાંચો: VIDEO: હાથમાં ગાડી આવી જાય એટલે શું રાજા થઈ ગયા? જોઈ લો કાર ચાલકે કેવી રીતે બાઈક સવારને પાણીમાં પાડી દીધો

Back to top button