T-20 વર્લ્ડ કપT20 વર્લ્ડકપગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

રવીન્દ્ર જાડેજાએ પણ ટી-20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

Text To Speech
  • વડાપ્રધાન મોદીએ પણ જાડેજાની જાહેરાતની નોંધ લીધી અને ટ્વિટ દ્વારા પોતાની લાગણી વ્યક્ત કરી

બાર્બાડોસ, 30 જૂનઃ ટીમ ઈન્ડિયાના બે દિગ્ગજ ખેલાડીઓ રોહિત શર્મા તેમજ વિરાટ કોહલી બાદ રવીન્દ્ર જાડેજાએ પણ ટી-20 ક્રિકેટ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. જાડેજાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર આ જાહેરાત કરી છે. ભારતીય ટીમે બાર્બાડોસના કેન્સિંગ્ટન મેદાન ઉપર 29 જૂને T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમને 7 રનથી હરાવીને ટ્રોફી જીતી હતી. આ ઐતિહાસિક જીત પછી, જ્યારે વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્માએ તરત જ T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, હવે એક દિવસ પછી સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ પણ T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. જાડેજાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર વર્લ્ડ કપ ટ્રોફી સાથેનો ફોટો પોસ્ટ કરીને ચાહકોને આ માહિતી આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Ravindrasinh jadeja (@royalnavghan)

નિવૃત્તિ અંગેની જાહેરાત કરતાં રવીન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને લખ્યું કે હૃદયપૂર્વકના આભાર સાથે હું T20 આંતરરાષ્ટ્રીય ફોર્મેટને અલવિદા કહું છું. મેં હંમેશા મારા દેશ માટે મારું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કર્યો છે અને અન્ય ફોર્મેટમાં પણ તે ચાલુ રાખવાનો મારો શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. T20 વર્લ્ડ કપ ટ્રોફી જીતવી એ એક સ્વપ્ન સાકાર થવા જેવું હતું અને તે મારી T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની સૌથી મોટી ક્ષણ પણ છે. આ યાદો માટે અને તમારા સતત પ્રોત્સાહન માટે પણ આપ સૌનો આભાર.”

દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જાડેજાની નિવૃત્તિની જાહેરાતની નોંધ લીધી હતી અને ખાસ ટ્વિટ કરીને જાડેજાના વખાણ કર્યા હતા અને તેના ભાવિ માટે શુભેચ્છા પાઠવી હતી.

T20 ઈન્ટરનેશનલમાં રવીન્દ્ર જાડેજાના પ્રદર્શનની વાત કરીએ તો તેણે 74 મેચોમાં 21.46ની એવરેજથી 515 રન બનાવ્યા છે, જેમાં તેનો સ્ટ્રાઈક રેટ 127.16 રહ્યો છે, જે દરમિયાન તે 17 ઈનિંગ્સમાં અણનમ રહીને પેવેલિયન પરત ફર્યો છે. જ્યારે બોલિંગમાં જાડેજાએ 71 ઇનિંગ્સમાં 29.85ની એવરેજથી 54 વિકેટ ઝડપી છે. જેમાં જાડેજાએ 15 રનમાં 3 વિકેટ આપીને મેચમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.

Back to top button