અમૃતા સિંહને પહેલીવાર મળીને શરમાઈ ગયા હતા રવિ શાસ્ત્રી, આવી હતી પહેલી મુલાકાત


- અમૃતા સિંહ ક્યારેક ક્રિકેટર રવિ શાસ્ત્રીના પ્રેમમાં દિવાની હતી. લાંબા સમય સુધી બંનેએ એકબીજાને ડેટ પણ કરી હતી
8 ઓગસ્ટ, મુંબઈઃ બોલિવૂડમાં અનેક લવસ્ટોરીઝ અધુરી રહી ગઈ છે, પરંતુ તેની ચર્ચાઓ આજે પણ થાય છે. આવી જ એક લવસ્ટોરી હતી અમૃતા સિંહ અને રવિ શાસ્ત્રીની. સૈફ અલી ખાનની એક્સ વાઈફ અમૃતા સિંહ ક્યારેક ક્રિકેટર રવિ શાસ્ત્રીના પ્રેમમાં દિવાની હતી. લાંબા સમય સુધી બંનેએ એકબીજાને ડેટ પણ કરી હતી. એટલું જ નહિં બંને લગ્ન પણ કરવાના હતા, પરંતુ રવિની એક શરતના કારણે બંનેનો સંબંધ તૂટી ગયો હતો. ભલે રવિ શાસ્ત્રી અને અમૃતા સિંહની લવસ્ટોરી વર્ષો પહેલા ખતમ થઈ ગઈ હતી, પરંતુ તેમના પ્રેમના કિસ્સા ઘણી વખત સાંભળવા મળે છે. હવે બંનેની પહેલી મુલાકાતનો કિસ્સો સામે આવ્યો છે.
View this post on Instagram
જ્યારે પહેલી વાર અમૃતાને મળ્યા હતા રવિ શાસ્ત્રી
રવિ શાસ્ત્રીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન અમૃતા સિંહ સાથેની તેમની પ્રથમ મુલાકાતની વાત કહી હતી, જેનો એક વીડિયો હાલમાં ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. રવિએ આ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે તે અમૃતાને પહેલીવાર મળ્યા ત્યારે અમૃતાએ તેમને 10 મિનિટ સુધી બોલવા દીધા ન હતા. રવિના કહેવા પ્રમાણે તેઓ છોકરીઓથી શરમાતા હતા, પરંતુ એટલા પણ શરમાળ ન હતા કે તેમને 10 મિનિટમાં એક પણ વાર બોલવાનો ચાન્સ ન મળે. રવિ શાસ્ત્રીએ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે અમૃતા સિંહને પહેલીવાર મળ્યા બાદ તે શરમાઈ ગયા હતા.
આ કારણે તૂટ્યો હતો સંબંધ
રવિ શાસ્ત્રી અને અમૃતા સિંહ વચ્ચે એક શરતના કારણે સંબંધ તૂટી ગયો હતો. રવિ શાસ્ત્રીએ અમૃતા સિંહ સમક્ષ એક શરત મૂકી હતી કે તે લગ્ન પછી ફિલ્મોમાં કામ નહીં કરે. જો કે અમૃતાએ આ શરત મંજુર ન હતી અને તેણે પોતાની કારકિર્દીને પ્રાથમિકતા આપતા રવિ સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. જો કે વર્ષો પછી પણ તેમની લવસ્ટોરીની ચર્ચાતી રહે છે.
આ પણ વાંચોઃ મેડલ જીતવાથી ચૂકી મીરાબાઈ ચાનુ, રણદીપે કહ્યું તમે ચેમ્પિયન છો, ઘણા મેડલ જીતશો