ચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહારાષ્ટ્રમાં ‘6 મહિના નહીં 25 વર્ષ ચાલશે સરકાર’, પવારના દાવા પર રાણાનો જવાબ

Text To Speech

મહારાષ્ટ્રમાં શિંદે સરકાર બની ગયા પછી પણ રાજકારણમાં નાની-મોટી હલચલ અને નિવેદનબાજી ચાલુ જ છે. મહારાષ્ટ્રમાં નવી બનેલી શિંદે સરકાર પર NCP વડા શરદ પવારના દાવા પર અપક્ષ ધારાસભ્ય અને નવનીત રાણાના પતિ રવિ રાણાએ જવાબ આપ્યો છે.

નવનીત અને રવિ રાણા

પવારના નિવેદન પર રાણાનો શું જવાબ ?

રવિ રાણાએ આ બાબતે શરદ પવાર પર સીધું નિશાન તાકતા જવાબ આપ્યો અને કહ્યું કે-આ સરકાર મહારાષ્ટ્રમાં 6 મહિના નહીં પરંતુ 25 વર્ષ સુધી ચાલશે.

આ સાથે અમરાવતી હત્યાકાંડ પર નિવેદન આપતાં રવિ રાણાએ અમરાવતીના કમિશનર આરતી સિંહને હટાવવાની માંગ કરી છે અને કહ્યું છે કે તેઓ આ અંગે મુખ્યમંત્રી એકનાથ શિંદેને ફરિયાદ કરશે. તેમણે કહ્યું કે અમરાવતીના સીપીને સસ્પેન્ડ કરવા જોઈએ. અમરાવતીના સીપીએ આ ઘટના છુપાવી હોવાનો પણ આરોપ લગાવ્યો.

શરદ પવાર

શરદ પવારનું શું હતું નિવેદન ?

NCPના વડા શરદ પવારે દાવો કર્યો છે કે “શિંદે સરકાર માત્ર 5-6 મહિના જ ચાલશે. પોતાના ધારાસભ્યોને માર્ગદર્શન આપતાં તેમણે કહ્યું કે, ‘આ સરકાર પાંચ-છ મહિના ચાલશે, માટે મધ્યસત્ર ચૂંટણી માટે તૈયાર રહો.” શરદ પવારે એક મોટું નિવેદન આપતા કહ્યું કે મહારાષ્ટ્રમાં મધ્યસત્ર ચૂંટણીની સંભાવના છે. શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેના નેતૃત્વમાં સરકાર પાંચથી છ મહિનામાં પડી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શરદ પવારે એનસીપીના ધારાસભ્યો અને પાર્ટીના નેતાઓને સંબોધિત કરતા આ વાત કહી હતી.

Eknath Shinde
એકનાથ શિંદે

રવિ રાણાની પત્ની નવનીત રાણાએ પણ આ મામલે પોલીસ કમિશનર આરતી સિંહને હટાવવાની માંગ કરી છે અને તેણે ગૃહમંત્રી અમિત શાહને પત્ર પણ લખ્યો છે. અમરાવતીના સાંસદે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી પર નિશાન સાધતા કહ્યું કે, સરકારે મામલાને દબાવવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે તપાસ NIAના હાથમાં ગઈ છે ત્યારે ખબર પડી છે કે આ હત્યા નુપુર શર્માના સમર્થનના વિરોધમાં કરવામાં આવી છે. અગાઉ પોલીસે તેમની તપાસમાં આ હત્યાકાંડને લૂંટના ઈરાદે કરાયેલી હત્યા હોવાનું જણાવ્યું હતું. રાણાએ કહ્યું કે પોલીસ સરકારના દબાણમાં મામલો દબાવવાનો પ્રયાસ કરી રહી છે.

કેમિસ્ટ ઉમેશ કોલ્હે

પોલીસની કામગીરી પર સવાલ

અમરાવતીના સાંસદ નવનીત રાણાએ પણ આ મામલે પોલીસ કમિશનરની ભૂમિકા પર સવાલો ઉઠાવ્યા છે અને તપાસની માંગણી પણ કરી છે. રાણાએ જણાવ્યું હતું કે હત્યાના કેસમાં આટલો સમય કેમ લાગ્યો કે હત્યા કયા હેતુથી કરવામાં આવી છે. જેમાં પોલીસની ભૂમિકા પર સવાલો ઉઠી રહ્યા છે. રાણાએ વધુમાં જણાવ્યું કે જેવો મામલો તપાસ માટે NIAના હાથમાં જાય છે કે તરત જ હત્યાનું કારણ અને હેતુ જાણવા મળે છે અને થોડા જ સમયમાં આરોપીઓની ધરપકડ પણ થઈ જાય છે.

Back to top button