રવીના ટંડનની દિકરી રાશાને ભીડે માર્યો ધક્કોઃ અભિનેત્રી ગુસ્સામાં
- રવીનાને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવી
- ફેન્સ રવીનાને જોઇ સેલ્ફી લેવા પહોંચ્યા
- જોતજોતામાં રાશાને ધક્કો મારી દીધો
તાજેતરમાં બોલિવુડ અભિનેત્રી રવીના ટંડનને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. આ અવસરે તેને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ પદ્મશ્રી એવોર્ડથી નવાજી હતી. આ ખાસ પ્રસંગે તે દિકરી રાશા અને દિકરા રણબીર થડાનીને સાથે લઇને પહોંચી હતી. મુંબઇ એરપોર્ટ પર રવીના હાથમાં એવોર્ડ સાથે જોવા મળી હતી. આ દરમિયાન તેની સાથે તેના બાળકો પણ જોવા મળ્યા હતા. આ સમયે કેટલાકત ફેન્સ રવીનાને જોઇને સેલ્ફી લેવા આવી પહોંચ્યા હતા. ભીડે દિકરી રાશાને ધક્કો માર્યો, જેને જોઇને અભિનેત્રી નારાજ થઇ ગઇ હતી.
રવીના બોલીઃ બાળકોને ધક્કો ન મારો
રવીના ટંડનને જોઇને આસપાસ ફેન્સની ભીડ જમા થઇ ગઇ હતી. કેટલાક લોકોએ અભિનેત્રી સાથે ફોટો ક્લીક કરાવ્યો. રવીના પણ ફેન્સને સમય આપતી જોઇ શકાતી હતી, પરંતુ તે ત્યારે નારાજ થઇ જ્યારે તેના બાળકો સાથે ફેન્સે ધક્કામુક્કી કરી. ફોટોઝ લેવાના ચક્કરમાં દિકરી રાશાને ધક્કો મારી દીધો. આ વાતથી રવીના ખુબ દુઃખી થઇ ગઇ, તેણે કહ્યુ પ્લીઝ બાળકોને ધક્કો ન મારો.
રાશા પણ માતાની જેમ ચર્ચામાં રહે છે
રવીના ટંડનને કુલ ચાર બાળકો છે. રાશા અને રણબીરને તેણે જન્મ આપ્યો છે. તો છાયા અને પૂજાને તેણે દત્તક લીધા છે. રવીનાની દિકરી રાશા ખુબ સુંદર છે તે માતાની જેમ જ ખુબ ચર્ચામાં રહે છે. તે બોલિવુડથી હજુ સુધી દુર છે અને તેણે ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલમાં અભ્યાસ કર્યો છે.
આ પણ વાંચોઃ આધાર-પાન લિંકને લઈને નિર્મલા સિતારમણનું મોટુ નિવેદન, જો સમયસર…