રવીના ટંડને પાપારાઝીને ગિફ્ટમાં આપ્યા સોનાના ઈયરિંગ્સ, લોકોએ દરિયાદિલીના વખાણ કર્યા!


- રવીના ટંડને પાપારાઝી સાથે વાત કરતા કરતા સોનાના ઈયરિંગ્સ ગિફ્ટમાં આપી દીધા છે, હવે લોકો તેના આ વીડિયોની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે
4 માર્ચ, મુંબઈઃ વીડિયોમાં જોઈ શકાય છે કે અભિનેત્રી પાપારાઝી સાથે વાત કરતી જોવા મળે છે. પછી તે પૂછે છે કે તેને કયા ઈયરિંગ્સ ગમે છે અને તે સોનાના ઈયરિંગ્સ કાનમાંથી કાઢીને પાપારાઝીને આપીને જતી રહે છે. આ વીડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ પહેલા પણ રવિનાએ પોતાના લગ્નના સોનાના બંગડીઓ એક સમૂહ લગ્નમાં દાનમાં આપ્યા હતા, જે તેમની ઉદારતા દર્શાવે છે. રવિનાની આ બંને દાનની ઘટનાઓએ ચાહકોના દિલ જીતી લીધા છે.
બોલિવૂડ અભિનેત્રી રવીના ટંડન ઘણીવાર પોતાની ઉદારતા અને દયાળુ સ્વભાવને કારણે ચર્ચામાં રહે છે. હવે એક એવો વીડિયો સામે આવ્યો છે જે તેના ચાહકોના હૃદયને સ્પર્શી ગયો છે. રવીના તેની પુત્રી રાશા સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી, જ્યાં પાપારાઝી સાથેની વાતચીત દરમિયાન અભિનેત્રીએ પોતાની સોનાની બુટ્ટીઓ તેમને ભેટમાં આપી હતી. આ સુંદર વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. રવિના ટંડનની આ ઉદારતાની ચાહકો પ્રશંસા કરી રહ્યા છે.
View this post on Instagram
રવીના ટંડન બોલિવૂડની એવી અભિનેત્રીઓમાંની એક છે, જે હંમેશા પોતાના સામાજિક કાર્ય અને ચેરિટી માટે ચર્ચામાં રહે છે. આ ઉપરાંત અભિનેત્રીની કારકિર્દી પણ ખૂબ જ રસપ્રદ છે. તે હજુ પણ ફિલ્મોમાં કામ કરી રહી છે અને ફેશન અને સ્ટાઇલની સાથે સાથે અભિનયમાં પણ આગળ છે.
રવીના ટંડનના ચાહકો તેના આગામી પ્રોજેક્ટ્સની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અભિનેત્રી ફિલ્મ ‘વેલકમ ટુ જંગલ’માં જોવા મળશે. આ ફિલ્મમાં રવીના સાથે અક્ષય કુમાર, સંજય દત્ત, જેકી શ્રોફ, જોની લીવર જેવા કલાકારો જોવા મળશે . ફિલ્મની વાર્તા એક અદ્ભુત સાહસ પર આધારિત હશે. આ ફિલ્મમાં રવીના એક નવા જ પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષના અંતમાં એટલે કે ડિસેમ્બરમાં રિલીઝ થશે.
આ પણ વાંચોઃ વર્ષો બાદ ચૂરા કે દિલ મેરા ગીત પર અક્ષય અને શિલ્પાએ કર્યો ડાન્સ, જુઓ વીડિયો