ટ્રેન્ડિંગમનોરંજનમહાકુંભ 2025

રવીના ટંડન દીકરી રાશા સાથે મહાકુંભમાં પહોંચી સંગમમાં ડુબકી લગાવી, શિવરાત્રિ કાશીમાં મનાવશે

Text To Speech

પ્રયાગરાજ, 25 ફેબ્રુઆરી 2025: મહાકુંભ 2025માં કેટરિના કૈફ પોતાની સાસુ સાથે તો રવીના પોતાની દીકરી રાશા સાથે પહોંચી હતી. કેટરિના ઉપરાંત રવીના ટંડન અને તેની દીકરી રાશા પણ પરમાર્થ નિકેતન શિબિરમાં સ્વામી ચિદાનંદ સરસ્વતી અને સાધ્વી ભગવતી સરસ્વતીના આશીર્વાદ લીધા. તો વળી સોશિયલ મીડિયા પર બોલીવુડની ખ્યાતનામ મા દાકરીની જોડીનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બંને ભજન સંધ્યામાં લીન દેખાઈ રહી છે. તો વળી અક્ષય કુમાર, કેટરિના કૈફ અને અભિષેક બેનર્જીની માફક વિજયા એકાદશીના અવસર પર રવીના અને રાશાએ પણ ગંગા આરતીમાં ભાગ લીધો અને ધાર્મિક અનુષ્ઠાનોમાં જોવા મળ્યા.

રવીના ટંડન દીકરી સાથે મહાકુંભમાં પહોંચી

બોલીવુડ સ્ટાર રવીના ટંડન પણ હવે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં સામેલ થનારા ખ્યાતનામ હસ્તીઓમાં સામેલ થઈ ગઈ છે. સોમવારે રવીના દીકરી રાશા થડાની અને અમુક દોસ્તો સાથે પરમાર્થ નિકેતન આશ્રમના અધ્યક્ષ સ્વામી ચિદાનંદ સરસ્વતીથી આશીર્વાદ લેતા દેખાયા હતા.

આ દરમ્યાન રવીના પોતાના અનુભવ શેર કરતા જણાવ્યું કે, આ કુંભ 144 વર્ષ બાદ આવ્યો છે. એટલા માટે હું અને મારા દોસ્તો મુંબઈથી અહીં આવ્યા છીએ. અમે ફક્ત ગંગા સ્નાન માટે નહીં પણ અમારા ઘરે પણ આવ્યા છીએ. સ્વામીજીનું ઘર મારુ ઘર છે. મારા બાળકોનું ઘર છે. રવીનાએ એવું પણ કહ્યું કે, તે કાશી જશે અને ત્યાં મહાશિવરાત્રિ મનાવશે.

આ પણ વાંચો: VIDEO: ટ્રકનું ટાયર ફાટ્યું તો બાજુમાંથી પસાર થઈ રહેલી રિક્ષા હવામાં ઉડી ગઈ

Back to top button