ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ શહેરમાં આજે દશેરા પર 50થી વધુ સ્થળે રાવણ દહન થશે

Text To Speech
  • રખિયાલના નાગરવેલ હનુમાન મંદિર પાસે રાવણના પૂતળાનું દહન કરાશે
  • ખોખરા રેલવે કોલોનીમાં પણ 45 ફૂટ ઊંચા રાવણનું દહન થશે
  • ભાડજ ખાતે 60 ફૂટના ઊંચા પૂતળાનું દહન કરવામાં આવશે

ગુજરાત સહિત દેશમાં નવરાત્રિની ધામધૂમ પૂર્વક ઉજવણી થઇ છે. જેમાં માતીજીના નવ નોરતા પૂર્ણ થયા છે તેમજ આજે સવારે 10:59 સુધી નોમ છે. જેની સાથે જ શારદીય નવરાત્રિની પણ સમાપ્તિ થશે. ત્યારે વિજયા દશમી નિમિત્તે ગુજરાત તેમજ અમદાવાદમાં અનેક સ્થાનોએ રાવણ દહન, શસ્ત્રપૂજનનું આયોજન કરાયું છે.

ભાડજ ખાતે 60 ફૂટના ઊંચા પૂતળાનું દહન કરવામાં આવશે

ઉલ્લેખનીય છે કે અમદાવાદના ભાડજ ખાતે હરે કૃષ્ણ મંદિરમાં વિવિધ પ્રકારના ફૂલો સાથે રામ દરબાર સજાવવામાં આવ્યો છે. સાંજે 6:30 વાગ્યે રથયાત્રા સાથે જ ઉજવણીનો પ્રારંભ થશે. સાંજે 7 વાગ્યે રામલીલાનું આયોજન કરાયું છે. રાત્રે 8 વાગ્યે 10 માથાના રાવણ-કુંભકર્ણ-મેઘનાદના 60 ફૂટના ઊંચા પૂતળાનું દહન કરવામાં આવશે.

ખોખરા રેલવે કોલોનીમાં પણ 45 ફૂટ ઊંચા રાવણનું દહન થશે

ઉત્તર પ્રદેશના કારીગરો દ્વારા છેલ્લા એક મહિનાથી આ પૂતળા બનાવવામાં આવી રહ્યા છે. રખિયાલના નાગરવેલના હનુમાન મંદિરમાં આ વખતે પણ 60 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરાશે. ખોખરા રેલવે કોલોનીમાં પણ 45 ફૂટ ઊંચા રાવણનું દહન થશે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે તમામ લોકોએ દશેરાએ શુભ કાર્યની શરૂઆત કરવી જોઈએ અથવા તો કાર્ય કરવાનો સંકલ્પ કરવો જોઈએ.

પોલીસ સ્ટેશનોમાં શસ્ત્રપૂજન કરવામાં આવે છે

પોલીસ વિભાગમાં પણ પ્રણાલિ મુજબ દશેરાના દિવસે શસ્ત્રપૂજન કરવાનું ચાલુ રાખ્યું છે. પહેલાં શહેરમાં ફક્ત કમિશનર કચેરીએ શસ્ત્રપૂજન થતું હતું. જોકે, હવે દરેક પોલીસ સ્ટેશનોમાં શસ્ત્રપૂજન કરવામાં આવે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં જાણો કયા કરી હવામાન વિભાગે વરસાદની આગાહી 

Back to top button