ટ્રેન્ડિંગનેશનલબિઝનેસયુટિલીટીલાઈફસ્ટાઈલ

રાશનકાર્ડ ધારકોને મળી રાહતઃ જાણો શું થયો ફેરફાર

  • આધારકાર્ડ અને રાશનકાર્ડને લિંક કરવાની તારીખ લંબાઈ
  • હવે 30 સપ્ટેમ્બર સુધી આધારકાર્ડને રાશનકાર્ડ સાથે કરાવી શકાશે લિંક
  • અગાઉ આ સમયમર્યાદા 30 જૂન સુધી રાખવામાં આવી હતી

HD ન્યૂઝ ડેસ્ક, 12 જૂન: મોદી સરકારે દેશના કરોડો લોકોને મોટી રાહત આપી છે. જો તમે તમારું રાશનકાર્ડ આધાર સાથે લિંક ન કર્યું હોય તો પણ તમને મફત રાશન મળતું રહેશે. સરકારે રાશનકાર્ડ અથવા ફૂડ સબસિડી ખાતા સાથે આધાર લિંક કરવાની છેલ્લી તારીખ લંબાવી છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે બુધવારે આ માહિતી આપી છે. આ બંને દસ્તાવેજોને લિંક કરવાની નવી અંતિમ તારીખ હવે 30મી સપ્ટેમ્બર છે. અગાઉ આ સમયમર્યાદા 30 જૂન હતી. સરકાર આ સમયમર્યાદા ઘણી વખત વધારી ચૂકી છે.

આધારને રાશનકાર્ડ સાથે લિંક કરાવવું કેમ જરુરી?

મંત્રાલય આધારકાર્ડને રાશનકાર્ડ સાથે એટલા માટે લિંક કરાવવા માગે છે કે આ યોજનામાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ જે થઈ રહી છે તે રોકાય. બંને દસ્તાવેજોને જોડવાથી સરકાર માટે એ સુનિશ્ચિત કરવાનું સરળ બનશે કે તમામ જરૂરિયાતમંદ લોકોને તેમનો હિસ્સાનું અનાજ મળી રહે છે કે નહીં.

જો આધારકાર્ડને રાશનકાર્ડ સાથે લિંક નહીં કરાવીએ તો શું થશે?

લાભાર્થીઓને નવી સમયમર્યાદા સુધીમાં તેમના રાશન કાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે, જેથી તેઓ કોઈપણ અવરોધ વિના રાશન મેળવવાનું ચાલુ રાખી શકે. તમે તમારી નજીકની રાશન શોપ અથવા કોમન સર્વિસ સેન્ટર (CSC) પર જઈને તમારા આધારને રાશનકાર્ડ સાથે લિંક કરી શકો છો. અથવા તમે તેને ઓનલાઈન પોર્ટલ દ્વારા પણ લિંક કરી શકો છો. જો તમે સમય મર્યાદામાં આધારકાર્ડને રાશનકાર્ડ સાથે લિંક નથી કરાવતા તો તમને રાશન મળવાનું બંધ થઈ શકે છે.

આ રીતે આધારકાર્ડને રાશનકાર્ડ સાથે ઘરે બેઠા ઓનલાઈન લિંક કરો

  1. તમારા રાજ્યના અધિકૃત જાહેર વિતરણ પ્રણાલી (PDS) પોર્ટલની મુલાકાત લો.
  2. સક્રિય રાશનકાર્ડ સાથે આધાર લિંક કરવાના વિકલ્પ પર ક્લિક કરો.
  3. તમારો આધારકાર્ડ નંબર પછી તમારો રાશનકાર્ડ નંબર દાખલ કરો.
  4. તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો.
  5. હવે તમને તમારા મોબાઈલ નંબર પર એક OTP મળશે.
  6. હવે આધાર-રેશન લિંક પેજ પર OTP દાખલ કરો. આ સાથે તમારી વિનંતી સબમિટ કરવામાં આવશે.

આ પણ વાંચો: New Income Tax Regime: તમે દર મહિને આવકવેરામાં હજારો રૂપિયા બચાવી શકો છો, જો… 

Back to top button