મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવ્યા બાદ ગાંધીનગરમાં CM ડેશબોર્ડની વિડિયો વોલ પર સમગ્ર યાત્રાના માર્ગનું નિરીક્ષણ અને રથયાત્રાના શરુઆતના રુટનું રિયલ ટાઈમ મોનીટરીંગ કરી વિસ્તૃત જાણકારી મેળવી હતી. વિવિધ વિસ્તારોમાં ગોઠવવામાં આવેલા સલામતી-સુરક્ષાના પોલીસ પ્રબંધ અંગે પણ વિડિયો વોલ દ્વારા ઝીણવટપૂર્વકની જાણકારી મેળવી હતી.
અમદાવાદમાં ભગવાન શ્રી જગન્નાથજીની ૧૪૬મી રથયાત્રાને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવ્યા બાદ ગાંધીનગરમાં CM ડેશબોર્ડની વિડિયો વોલ પર સમગ્ર યાત્રાના માર્ગનું નિરીક્ષણ અને રથયાત્રાના શરુઆતના રુટનું રિયલ ટાઈમ મોનીટરીંગ કરી વિસ્તૃત જાણકારી મેળવી. વિવિધ વિસ્તારોમાં ગોઠવવામાં આવેલા… pic.twitter.com/haryxH1h3Q
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 20, 2023
હર્ષ સંઘવીએ લોકોને શુભેચ્છા પાઠવતા કહ્યું કે, પરંપરા મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા છે. વર્ષોથી ચાલતી પરંપરા મુજબ CM ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથાયાત્રાની શરૂઆત કરાવી. દર વર્ષ કરતા આ વર્ષે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. ભક્તોને તકલીફ ન પડે તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે.
View this post on Instagram
મુખ્યમંત્રીએ ખલાસીઓ સાથે મળી ભગવાનનો રથ ખેંચી પ્રસ્થાન કરાવ્યું હતું. બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનો રથ પણ મંદિરની બહાર લવાયો હતો. અમદાવાદમાં દેશમાં સૌથી મોટી બીજા નંબરની રથયાત્રા નિકળી છે.
ભગવાન જગન્નાથના મામેરામાં કલાત્મક વાઘા આકર્ષણનું કેન્દ્ર બનશે તેમજ સુભદ્રાજીને સોનાની ચૂની, વીંટી, ચાંદીની નથણી ચઢાવાશે. આ ઉપરાંત સુભદ્રાજીને પાર્વતીનો શણગાર ચઢાવવામાં આવશે. ભગવાન જગન્નાથ બલભદ્રજી અને સુભદ્રાજીને કાનના કુંડળ ચઢાવાશે. મામેરામાં ત્રણેય ભગવાનને ચાંદીના હાર ચડાવાશે. ભગવાન જગન્નાથજી અને બલભદ્રજીને વાઘા, ઝભ્ભા અને ધોતી પણ અપર્ણ કરાશે.