અમદાવાદટ્રેન્ડિંગધર્મ

રથયાત્રા 2023: બિપોરજોય આફત વચ્ચે નીકળી જગતના નાથની શોભાયાત્રા

  • ભગવાન જગન્નાથની રથયાત્રાની ધૂમ તૈયારીઓ શરૂ
  • મેઘાણીનગર યજમાનના ઘરે ભગવાનને લવાયા
  • 16 જુને રાતે 10 વાગ્યા સુધી જગન્નાથના દર્શન ખુલ્લા

ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ભગવાન જગન્નાથની રથયાત્રા 20 જુન મંગળવારના રોજ નીકળવાની છે. હાલમાં ભગવાન જગન્નાથ મેઘાણીનગર ખાતે યજમાનના ઘરે છે, ત્યારબાદ તેઓ મોસાળ સરસપુર ખાતે જશે.

મામેરાના યજમાન શાયોના ગ્રુપના ઘનશ્યામ પટેલના ઘરે ભગવાનને લાવવામાં આવ્યા હતા. આજે સવારે ભગવાનની મહાઆરતી બાદ મેઘાણીનગરમાં ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા મેાણીનગરની આસપાસના વિસ્તારોમાં ફરી હતી. 7થી 8 કિલોમીટરની આ શોભાયાત્રામાં ગજરાજ, ઉંટગાડી સહિત ડીજે પણ જોડાયા હતા. ડીજેના તાલે લોકો ખુબ નાચ્યા હતા.

રથયાત્રા 2023: બિપોરજોયની આફત વચ્ચે નીકળી જગન્નાથના મોસાળાની શોભાયાત્રા hum dekhenge news

જય રણછોડ માખણચોરના નારા સાથે શોભાયાત્રા

જગન્નાથજીની શોભાયાત્રામાં લોકોએ જય રણછોડ માખણચોરના નાદ સાથે રસ્તાઓ ગજવી દીધા હતા. સવારે પડી રહેલો વરસાદ પણ શોભાયાત્રાને કે ભક્તોને રોકી શક્યો ન હતો. શોભાયાત્રા ફરીને મેઘાણીનગર ધર્માત્મા કુટીર મંદિર ખાતે પરત ફરી હતી. ગઇકાલે રાતે રાસગરબાનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ.

આજે અને કાલે થશે ભગવાનના દર્શન

આજે અને આવતી કાલે 16 જુનના રોજ ભક્તો ભગવાનના દર્શન કરી શકશે. આ માટેની યોગ્ય વ્યવસ્થા યજમાન દ્વારા કરવામાં આવી છે. બે દિવસના દર્શન બાદ કાલે રાતે 10 વાગ્યે ભગવાન સરસપુર ખાતે મામાના ઘરે પરત ફરશે. બે દિવસ મેઘાણીનગર ખાતે યજમાનના ઘરે રહ્યા બાદ ભગવાન જ્યારે સરસપુર જશે ત્યારે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડશે.

રથયાત્રા 2023: બિપોરજોયની આફત વચ્ચે નીકળી જગન્નાથના મોસાળાની શોભાયાત્રા hum dekhenge news

ભગવાન નીજગૃહે ક્યારે પરત ફરશે?

મેઘાણીનગર ખાતે બે દિવસ ભગવાનના મામેરાના દર્શન થશે. જે પણ દર્શનાર્થીઓ દર્શન માટે આવશે તેમના માટે પ્રસાદ અને ભોજનની પણ વ્યવસ્થા રાખી છે. 16 જુને રાતે ભગવાન મોસાળ સરસપુર પરત ફરશે. તેમાં દાળ-ભાત, શાક, પુરી, મોહનથાળ, લાડુ અને ફુલવડીનો પ્રસાદ રાખવામાં આવ્યો છે. 18 જુન રવિવારના રોજ વહેલીસવારે ભગવાનને મંદિર પરત લવાશે અને ત્યારબાદ તેમની નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે.

146મી રથયાત્રાને લઇને પોલીસનો એક્શન પ્લાન તૈયાર

ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઇને પોલીસનો એક્શન પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. જેમાં આ વર્ષે સૌપ્રથમવાર એન્ટી ડ્રોન ગનનો ઉપયોગ કરવામાં આવશે. તેમજ મૂવિંગ બંદોબસ્તમાં 16 એસીપી, 45 પીઆઇ, 130 પીએસઆઇ, સહિત 2500 પોલીસ જવાનો ખડેપગે રહેશે.

આ પણ વાંચોઃ બિપરજોયઃ ઇમરજન્સીમાં હેમ રેડિયોની ટીમો બનશે સંકટ સમયની સાંકળ

Back to top button