રતન ટાટાની આ કંપનીના શેરોએ બનાવ્યા કરોડપતિ, શું તમે પણ રોકાણ કર્યું છે?
- TCSનો 118 રૂપિયાનો શેર 3100 રૂપિયાને પર પહોંચ્યો
- કંપનીના શેરની કિંમત વધી, 2 વખત બોનસ શેર આપ્યા
- 99,877 રૂપિયાની રકમ હવે 1.02 કરોડ રૂપિયા થઈ ગઈ
શેરબજારમાં રોકાણ એ ક્યારેક તમને કરોડપતિ પણ બનાવે છે. રોકાણ ક્યાં કરવું કેટલા સમય માટે કરવું એ ખૂબ જરૂરી હોય છે. તાજેતરમાં એક રોકાણકાર કરોડપતિ થઇ થઇ ગયો છે. દેશમાં સૌથી ભરોસાપાત્ર કહેવાતી ટાટા ગ્રુપની એક કંપનીએ રોકાણકારોને અમીર બનાવી દીધા છે. માત્ર 118 રૂપિયાનો શેર 3100 રૂપિયાને પર પહોંચી ગયો છે. ટાટા ગ્રુપની કંપની TCS એ રોકાણકારોને કરોડપતિ બનાવ્યા છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસનો સ્ટોક (TCS) હાલમાં 3100ની ઉપર વેપાર કરી રહ્યો છે. TCS કંપનીએ રોકાણકારોને ઘણી રીતે સમૃદ્ધ બનાવ્યા છે.
TCSના શેરની કિંમત વધી છે અને તેની ઉપર કંપનીએ રોકાણકારોને 2 વખત બોનસ શેર પણ આપ્યા છે. તમને જણાવી દઈએ કે આ 118 રૂપિયાનો શેર 3100 રૂપિયાને પાર કેવી રીતે પહોંચ્યો અને એક લાખ રૂપિયાનું રોકાણ કરનાર વ્યક્તિ કેવી રીતે કરોડપતિ બની ગયો.
આ પણ વાંચો : ટાટા ગ્રુપ લાવશે મહિલાઓ માટે નવી 45000 ભરતી
118.49 રૂપિયા પર લિસ્ટિંગ
ટાટા ગ્રૂપની પીઢ IT કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ, વર્ષ 2009માં BSE એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થઈ હતી. તેના લિસ્ટિંગ સમયે TCSના એક શેરની કિંમત 118.49 રૂપિયા હતી. આ દરમિયાન જે રોકાણકરોએ આ શેરમાં એક લાખ રૂપિયાનું રોકાણ કરનારને કંપનીના લગભગ 843 શેર મળ્યા. એટલે કે 843×118.49 = 99,887 રૂપિયા કે જે રોકાણકારે આ શેરમાં રોકાણ કર્યું હતું.
આ પણ વાંચો : 18 વર્ષ પછી ટાટા ગ્રૂપનો IPO આવશે, જાણો તમામ ડિટેઈલ
આવી રીતે 1 લાખ રૂપિયા 1 કરોડ બન્યા
શેરબજારમાં આજે આ IT ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજના વેપારમાં દિગ્ગજ ઈન્ફોસિસના શેરમાં ભારે વેચાણ જોવા મળ્યું હતું. આ ઘટાડાની અસર TCS પર દેખાઈ રહી છે. જો કે, ઘટાડા છતાં, TCS 3100 થી ઉપર છે. આવી સ્થિતિમાં, જો તમે લિસ્ટિંગના સમયથી TCSમાં લગભગ 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય, તો આજે આ રકમ 3372 રૂપિયા થઈ જાય છે, જે રૂપિયા 1.04 કરોડની નજીક છે. હવે તમે વિચારતા હશો કે જો રોકાણકારને 843 શેર મળ્યા તો 3372 રૂપિયા કેવી રીતે થઈ ગયા.
આ પણ વાંચો : અહો આશ્ચર્ય…ચવન્ની શેરે અપાવ્યા 57 લાખ રૂપિયા, જાણો કેવી રીતે થઇ કમાલ
બોનસ શેરોની કમાલ
TCS એ તેના લિસ્ટિંગ પછી 1:1 ના રેશિયોમાં બે વાર રોકાણકારોને બોનસ આપ્યું છે. જો આ દૃષ્ટિકોણથી જોવામાં આવે તો, જે રોકાણકારે લગભગ રૂ. 1 લાખમાં 843 શેર ખરીદ્યા હશે. બોનસ શેર ઇશ્યૂ કર્યા પછી, તેના શેરની સંખ્યા 4 ગણાથી વધુ વધી ગઈ. આ સંદર્ભમાં રૂ.843નો સ્ટોક વધીને લગભગ 3300 થયો હતો. હવે કંપનીના એક શેરનો ભાવ રૂ.3100ને પાર કરી ગયો છે. તો આ મુજબ, રકમ 3300×3100 = 1.02 કરોડની નજીક થઈ ગઈ છે. એટલે કે તમારી 99,877 રૂપિયાની રકમ હવે 1.02 કરોડ રૂપિયા થઈ ગઈ છે.