ફોટો સ્ટોરી
‘નેશનલ ક્રશ’ રશ્મિકા મંદાનાએ રેડ લહેંગામાં કર્યુ રેમ્પ વૉક, જુઓ મનમોહક ફોટા


‘નેશનલ ક્રશ’ રશ્મિકા મંદાનાની સ્માઈલના સૌ કોઈ દિવાના છે. ત્યારે રશ્મિકા પણ અવારનવાર તેના ફોટા અને વીડીયો પોસ્ટ કરી પોતાના ચાહકો સાથે જોડાયેલી રહે છે. હાલમાં જ આ બ્યૂટીફૂલ, બબલી એક્ટ્રેસે તેનું ફેશન રેમ્પ ડેબ્યૂ ‘ઇન્ડિયા ક્યૂટ્યોર વીક’ પર વૉક કરીને કર્યુ છે. રશ્મિકાએ પોતાની ક્યૂટ છતાં ગ્લેમરસ સ્માઇલ અને આકર્ષક પોઝથી રેમ્પ પર બ્રાઇડલ રેડ લહેંગા પહેરીને વૉક કર્યુ હતું. જેની તસવીરો અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. આ ફોટામાં અભિનેત્રી ખુબ જ સુંદર લાગી રહી છે. ચાહકો તેના સુંદર ફોટા પર કોમેન્ટનો વરસાદ કરી રહ્યા છે.