ટ્રેન્ડિંગમનોરંજનવિશેષ

રશ્મિકા મંદાનાએ શેર કરી પોસ્ટ, જાહેર કર્યું અપકમિંગ ફિલ્મનું ફર્સ્ટ પોસ્ટર

  • રશ્મિકાએ ફિલ્મના ફર્સ્ટ લુકની પોસ્ટ શેર કરી
  • એક્ટર ધનુષ લાગી રહ્યો છે ભીખારી
  • ડીરેક્ટર શેખર કમ્મુલા અને ધનષની પ્રથમ કોલાબ્રેશન હેઠળ બની રહી છે ફિલ્મ

HDNEWS, 17 એપ્રિલ:

સાઉથની ફિ્લમોમાં હંમેશા કંઈક નવા કોન્સેપ્ટ જોવા મળતા હોય છે. જેમાં તેઓ ફિલ્મના કેરેક્ટર, સ્ટોરી, મ્યુઝિકમાં ક્રિએટીવીટીનું ફ્યુઝન જોવા મળતું હોય છે. જે તેના ચાહકોમાં ઉત્સાહિત  કરવા માટે પુરતું હોય છે. માટે ફિલ્મનું  ફર્સ્ટ ટીઝર  બહાર પડતા લોકો તેને  જોવા માટે આતુરતાથી રાહ જોતા હોય છે.  હાલમાં એક સોશિયલ મીડિયામાં એક પોસ્ટ ખુબ વાયરલ થઈ રહી છે. તમને લાગશે કે  આ વાયરલ થઈ રહેલા એક પોસ્ટમાં જોવા મળી રહેલો આ સુપરસ્ટાર કોણ છે. ભિખારી જેવા લાગતો આ કોઈ સામાન્ય વ્યક્તિ નહી પણ સાઉથનો મોટો સુપર સ્ટાર ધનુષ છે. વાયરલ પોસ્ટમાં તેનો લુક જોઈને તમે ઘડીવારતો ઓળખી નહી શકો, પણ તે તેની આગામી ફિલ્મ માટેનો ભીખારીના લુકમાં છે.

 

 

View this post on Instagram

 

A post shared by Dhanush (@dhanushkraja)

આ ”ભિખારી” છે ધનુષ!

આ પોસ્ટમાં ભિખારી જેવો લાગતો માણસ બીજુ કોઈ નહીં પણ સાઉથના સુપરસ્ટાકર ધનુષ છે. હવે તમે વિચારતા હશો કે રજનીકાંતના જમાઈ એવા ધનુષ કેમ ભિખારી જેવી હાલત કેમ થઈ ગઈ. શા માટે તે ફાટેલી હાલતમાં છે? તો તમને જણાવી દઈએ કે, તમિલ સ્ટાર ધનુષે મંગળવારે પોતાના ઇન્સ્ટાહેન્ડલમાંથી એક પોસ્ટ શેર કરી છે જેમાં તે તદ્દન ખરાબ હાલતમાં, વધેલી દાઢી,અસ્તવ્યસ્ત વાળની, મેલા-ઘેલા કપડાંમાં જોવા મળી રહ્યો છે.અને તેની પાછળની દિવાલમાં શિવ શક્તિનું પેઈન્ટીંગ દોરેલું છે.

અન્ના માટે એક રિસ્પેક્ટ બટન

તમને જણાવી દઈએ કેમ ધનુષ આ હાલતમાં જોવા મળી રહ્યો છે. આ ભીખારી લુક તેની આવનારી ફિલ્મ ‘કુબેર’ના પોસ્ટર માટેનો છે. એટલે કે હાલમાં તે પોતાની અપકમિંગ ફિલ્મ માટે તેણે આ પ્રકારનો લુક ધારણ કર્યો છે. આ પોસ્ટ વિવિધ ભાષાઓમાં શેર કરાઈ છે. આ પોસ્ટ જોયા પછી તેના ચાહકોએ ખુબ રિએક્શનો આપ્યા છે. જેમાં  એક ચાહકે લખ્યું છે કે, ધનુષ રાષ્ટ્રીય પુરસ્કાર જીતવા માટે તૈયાર છે.’ જ્યારે બીજાએ લખ્યું કે,’ એક્ટર માટે એક રિસ્પેક્ટ બટન તો હોવું જ જોઈએ.’, જ્યારે ત્રીજાએ લખ્યું કે, ‘આ રોલમાં રોક કરવા માટે અન્ના તૈયાર છે’

રશ્મિકાએ પણ શેર કરી પોસ્ટ

તેલુગુ ફિલ્મોના ફેમસ ડિરેક્ટર શેખર કમ્મુલાની ‘કુબેર’ધનુષ ની સાથે નાગાર્જુન અને રશ્મિકા પણ મહત્ત્વના રોલમાં છે. ‘કુબેર’ ફિલ્મમાં સંગીત પુષ્પા ફેમ દેવી શ્રી પ્રસાદે આપ્યું છે.આ ફિલ્મ થિયેટરોમાં કુલ પાચં ભાષામાં તમિલ, તેલુગુ,કન્નડ, મલયાલમમાં રિલીઝ થશે.રશ્મિકાએ પણ શેર કરીઆ પોસ્ટ, એક્ટ્રેસે પોસ્ટ શેર કરતા લખ્યું છે કે, ફર્સ્ટ લુક( લવલી અને ફાયરના ઇમોજીસ) આ લવ ઇટ. હું આ ફિલ્મ કુબેર માટે ખુબ જ ઉત્સાહિત છું. અને આ ફર્સ્ટ લુકમાં ભગવાન શિવ અને માં પાર્વતી પણ છે. શુભ આશીર્વાદ સાથે સરુઆત! આ સિવાય બીજું કાંઈ નહી. (રેડ હાર્ટના ઇમોજીસ અને લવલી ઇમોજીસ). કુબેર ફિલ્મ માટે ધનુષ અને ડિરેક્ટર શેખર કમ્મુલા વચ્ચેનું આ ફર્સ્ટ કોલોબ્રેશન છે.

આ પણ વાંચો:  પાપડ ખાનારાઓ સાવધાનઃ આ વીડિયો જોઈને પાપડ ખાવાનું જ બંધ કરી દેશો

Back to top button