આજનું રાશિફળઃ વૃષભ રાશિના જાતકોએ આત્મવિશ્વાસ રાખવો, સિંહ રાશિના જાતકોમાં અનોખી સ્ફૂર્તિ આવશે
-
મેષ:
તમે તમારી અંતઃસ્ફુરણાનો ઉપયોગ કરીને અગત્યનાં નિર્ણય લેશો. આધ્યાત્મિક ઝુકાવ વધે. ધર્મ અને અધ્યાત્મ વિશે ઊંડાણપૂર્વક જાણવા માટે આજે તમે પ્રયત્ન કરશો. તમારા આજે લીધેલા નિર્ણયો તમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવશે.
-
વૃષભ :
આજે તમારો મૂડ સારો નહીં રહે. તમારા ભાઈ બહેનનો વ્યવહાર તમને દુઃખ પહોંચાડી શકે છે. તમારા પ્રયત્નો નિષ્ફળ જતા હોય એવું લાગે. આજે કોઈપણ પ્રકારના દસ્તાવેજ પર સહી કરતા પહેલા બરાબર વાંચવું. આત્મવિશ્વાસ રાખવો.
-
મિથુન:
આજે ના ધાર્યું હોય તેવી જગ્યાએ થી પણ સહકાર મળી રહે. તમારા વ્યાપારના વિકાસ માટે તમારો પરિવારજનો નો સુઝાવ સફળતા અપાવી શકે છે. લગ્નની વાત આગળ વધી શકે છે. સમાજની માનનીય વ્યક્તિ જોડે મુલાકાત થાય.
-
કર્ક:
આજે આરોગ્ય પર ધ્યાન આપો. નાહકની ચિંતા કરીને સ્વાસ્થ્ય બગાડવું નહીં. તમે તમારા જ્ઞાનનો ઉપયોગ કરીને, શાંતિપૂર્વક ચર્ચા કરીને સમસ્યાનો ઉકેલ તમારા તરફી લાવી શકો છો. આજે લોકો તમારા કહ્યામાં રહેશે.
-
સિંહ:
આજે નવી જ સકારાત્મક ઉર્જાનો અનુભવ કરશો. નવી તાજગીનો અનુભવ કરશો. તમારી હોશિયારીથી તમે આજે સરળતાપૂર્વક તમારા કાર્ય પૂર્ણ કરશો. આજે શેર માર્કેટમાં રોકાણ કરી શકો છો. તમારા સંતાનની ઉન્નતિ તમને ખુશી અપાવશે.
-
કન્યા:
આનંદ અને દુઃખ બંને પરિસ્થિતિનો મિશ્ર અનુભવ થશે. તમારા પોતાના ઉપર વિશ્વાસ રાખીને દરેક પ્રકારના ચુનોતી માટે પોતાને તૈયાર રાખો. પરિસ્થિતિ તમે ધારો છો તેટલી વિકટ નથી. તમારા મનના અવાજને સાંભળીને નિર્ણય લેવા.
-
તુલા:
આજે તમે સાહસ ઉઠાવવા માટે તૈયાર છો. વિકટ પરિસ્થિતિનો પણ આત્મવિશ્વાસ પૂર્વક સામનો કરશો. આજે તમારી લોકપ્રિયતા વધી શકે છે. વિદ્યાર્થીઓ માટે આજે સામાન્ય દિવસ રહેશે. આજે વિષય સમજવામાં થોડી મુશ્કેલી લાગે.
-
વૃશ્ચિક:
તમારા પિતા તમારું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે નિર્ણય લઈ શકે છે. આજે સારો ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. બસ તમારે તમારી વાણી વર્તન પર કાબૂ રાખવો. તમારા પરિવારજનો તમને પુરતો સાથ-સહકાર આપે.
-
ધનુ:
આજે ઘણા સમય પછી હળવાશનો અનુભવ કરશો. તમે તમારા પોતાના માટે ઊંડાણ પૂર્વક વિચારશો. ભૂતકાળની વાતો ને યાદ કરીને તેમાંથી સબક લેશો. આજે એક નવી અંતઃ દ્રષ્ટિ આવી શકે છે. તમારા જીવનને એક નવી દિશા મળી શકે છે.
-
મકર:
ઉત્સાહમાં આવીને ઉતાવળિયા નિર્ણયો લેવા નહીં. આજે તમે તમારા વ્યાપાર સંબંધી કોઈ રોકાણ કરી શકો છો. ખર્ચનું પ્રમાણ વધી શકે છે. તમારી પ્રતિષ્ઠામાં કમી આવી હોય એવું તમને લાગે. તમારા પ્રતિસ્પર્ધીઓ તમારાથી આગળ વધી શકે છે.
-
કુંભ:
આજે કોઈ સારા સમાચાર મળી શકે છે. તમારા કરેલા પ્રયત્નો તમને આજે સફળતા અપાવશે. આજે ધનલાભ પણ સારા પ્રમાણમાં થઈ શકે છે. તમારી વાતને સ્પષ્ટ રીતે મુકતા અચકાવું નહીં. કોર્ટ કચેરીના મામલામાં જીત મળી શકે છે.
-
મીન:
તમારા કરેલા કાર્યોની નોંધ લેવાય. આજે તમારા મુકેલા પ્રસ્તાવને સરાહના મળે. તમે આજે કારકિર્દીલક્ષી કોઈ મહત્ત્વનો નિર્ણય લઈ શકો છો. વ્યવસાયિક સફળતા માટે કોઈ નવો જ વિચાર આવે. જેને અમલમાં મુકવો હિતાવહ છે.