28 મે 2023 : ધન રાશિના જાતકો બહાર કે બહારગામ જવાનું બને, જાણો તમારું આજનું રાશિફળ
-
મેષ:
મનોરંજન, આમોદ-પ્રમોદ સંબંધી વિશેષ યોગ. મિત્રોથી વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. આપના કામ અંગે દોડધામ- શ્રમ- ખર્ચ અનુભવાય. જો કે કામનો ઉકેલ આવવાથી આપને રાહત થતી જાય.
-
વૃષભ :
જેમ દિવસ પસાર થતો જાય તેમ આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવતો જાય. પદ, મકાન, વાહન સંબંધી લાભ પ્રાપ્તિનો વિશેષ યોગ. સ્વાધ્યાયમાં રુચિ વધશે.
-
મિથુન:
સામાજિક, માંગલિક સમારોહમાં ભાગ લેવાના યોગ બનશે. આપના કામમાં સતત દોડધામ વ્યસ્તતા રહે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે. કોઇને કોઇ કામ રહે. જો કે કામનો ઉકેલ આવવાથી રાહત થાય.
-
કર્ક:
આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. આપના મહત્વના કામનો ઉકેલ આવવાથી આનંદ રહે. સામાજિક, માંગલિક સમારોહમાં ભાગ લેવાના યોગ બનશે.
-
સિંહ:
આપે તન - મન - ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક વાદ વિવાદથી સંભાળવું પડે. વાહન સુખ પ્રાપ્તિનો યોગ. કર્મક્ષેત્રમાં ભાગ્યવર્ધક યાત્રાનો યોગ. આધ્યાત્મ સંબંધી માંગલિક કાર્યોમાં વિશેષ યાત્રાનો યોગ.
-
કન્યા:
ધાર્મિક મહત્વનાં કાર્યોમાં સમય પસાર થશે. આપના કામમાં ઉતાવળ કરવી નહીં. કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં. ઘર-પરિવારની ચિંતા અનુભવાય. ગૂઢ આર્થિક બાબતોમાં વિશેષ આર્થિક લાભ પ્રાપ્તિનો યોગ.
-
તુલા:
આવકનાં સ્ત્રોતોમાં ભાગ્યવર્ધક વૃદ્ધિ થવાનો યોગ. રોગ, કર્જ સંબંધી કાર્યોમાં લાભ વિશેષ, શિક્ષા, સંતાન પક્ષ સંબંધી કાર્ય થશે. આપને માનસિક પરિતાપ - વ્યગ્રતા રહે. તેમ છતાં આપના કામમાં વ્યસ્ત રહીને તેનો ઉકેલ લાવી શકો.
-
વૃશ્ચિક:
નોકરી-ધંધાના કામમાં સાનુકુળતા થતી જાય. શિક્ષા, જ્ઞાન, ધર્મ સંબંધી કાર્યોમાં વિશેષ ઉપલબ્ધિ પ્રાપ્તિનો યોગ. દેશ પરદેશના કામમાં પ્રગતી જણાય. આપના કામમાં ઉકેલ આવે.
-
ધનુ:
આપના કાર્યની પૂર્તિ માટે બહાર કે બહારગામ જવાનું બને. મકાન સંબંધી સમસ્યાનું સમાધાન થશે. મનોરંજનમાં સમય પસાર થશે. દેશ- પરદેશના કામમાં આપને સાનુકુળતા મળી રહે.
-
મકર:
ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. આપના કાર્યમાં ઘર- પરિવારનો સાથ-સહકાર મળી રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ થાય.
-
કુંભ:
મિત્રોથી વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. પદ, મકાન, વાહન સંબંધી લાભ પ્રાપ્તિનો વિશેષ યોગ. સ્વાધ્યાયમાં રુચિ વધશે. સામાજિક, માંગલિક સમારોહમાં ભાગ લેવાના યોગ બનશે.
-
મીન:
આ સપ્તાહમાં કોઈ મોટું કામ થવાથી મન આનંદિત રહે. ભાગીદારીમાં આદર સત્કાર મેળવશો. દામપત્ય જીવનમાં સામાન્ય ખટપટ રહેવાના યોગ છે. સપ્તાહના અંત સુધી ટકરાવની સ્થિતિ પેદા થઈ શકે.