17 જૂન 2024: મકર રાશિના જાતકોને ઉતાવળ અને બેદરકારી નુકસાનકારક સાબિત થઈ શકે

  • મેષ:

    ખરીદી-વેચાણ, ફાયનાન્સ, બ્રોકર, કાચ, પ્લાસ્ટીકના ધંધામાં વિશેષ લાભ.પૈસાનો બગાડ અટકાવવો

  • વૃષભ :

    વ્યક્તિત્વમાં વિચલનથી બચવું. વધારે પડતો દેખાવ કષ્ટનું કારણ બનશે

  • મિથુન:

    આર્થિક મોરચે સફળતા મળતી જણાય. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ વર્તાય

  • કર્ક:

    માતાની તબિયતનું ધ્યાન રાખવું. પિતૃસુખમાં વૃધ્ધિ થાય

  • સિંહ:

    નોકરી-ધંધામાં સામાન્ય દિવસ છે.ધાર્મિક ભાવનામાં વૃધ્ધિ થાય

  • કન્યા:

    ખોટા વિચારોથી દૂર રહેવું. શરદી-કફના રોગોથી સાવચેતી રાખવી

  • તુલા:

    પરિવારના સભ્યોની તબિયતની કાળજી રાખવી જરૂરી છે. આવક અંગે પણ અસંતોષ રહી શકે

  • વૃશ્ચિક:

    આપનો પ્રભાવ વધવાથી શત્રુ પરાસ્ત થશે.તમારા કાર્યોની સમાજમાં પ્રશંસા થશે

  • ધનુ:

    આવક અને આરોગ્ય બન્ને જળવાય રહશે.દામ્પત્ય સુખમાં પણ વૃધ્ધિ થાય

  • મકર:

    ઉતાવળ અને બેદરકારી નુકસાનકારક સાબિત થઈ શકે છે, નોકરીયાત લોકોના સ્થળાંતર સંબંધિત કોઈ કામ થઈ શકે છે

  • કુંભ:

    મક્કમ મનોબળની અનુભૂતિ થાય.વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું

  • મીન:

    માનસિક રીતે અજંપો રહે. આવક માટે આજનો દિવસ સામાન્ય છે

Back to top button