10 માર્ચ 2023 : મેષ રાશિના જાતકો માટે સંતાન સંબંધી ચિંતા રહે., જાણો તમારું આજનું રાશિફળ
-
મેષ:
સિધ્ધાંતવાદી વલણ રહે. બેંક બેલેન્સ વધતુ જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. સ્થાવર જંગમ મિલકત અંગે લીધેલા નિર્ણયો ફળદાયી નીવડે. સંતાન સંબંધી ચિંતા રહે.
-
વૃષભ :
ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો. નાણાંની કિંમત સમજવી જરૂરી છે. શેરબજાર તથા પ્રોપર્ટીના કાર્યોમાં લાભ. સંતાન સાથે વાદ-વિવાદ ટાળવા હિતાવહ શરદી, ખાંસીનો ઉપદ્રવ રહે. નકારાત્મક વિચારો ટાળવા.
-
મિથુન:
મનોબળ વધવાને કારણે કાર્યમાં સફળતા મળે. નવી શક્તિનો સંચાર થાય. નાણાંની સરળતા વર્તાય. પત્નિ સાથે આનંદ. પ્રેમીપાત્રનું મિલન શક્ય બને. કોમ્પ્યુટર ક્ષેત્રે કાર્ય કરતી વ્યક્તિને વિશેષ સફળતા આરોગ્ય જળવાશે.
-
કર્ક:
શારિરીક અને માનસિક તકલીફ રહે. આવકનું પ્રમાણ ઘટતું જણાય. પરંતુ સાંજ પછી પરિસ્થિતિ સુધરતી જણાય. નોકરી-ધંધામાં પ્રગતિ. માન સન્માનમાં વધારો થાય. શરદી, ખાંસી નો ઉપદ્રવ રહે. દામ્પત્ય સુખમાં આનંદ.
-
સિંહ:
મન ચંચળ રહે. વિચારો વધારે આવતા જણાય. આર્થિક મોરચે સફળતા. ભાગ્યનો સાથ મળી રહ્યો છે. સ્ત્રી વર્ગથી લાભ. આરોગ્ય સાચવવું. ખેંચ-વાઇના દર્દી માટે વિશેષ કાળજી જરૂરી છે.
-
કન્યા:
દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. આર્થિક પાસુ મજબૂત થતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. પરિવારમાં આનંદ રહે. ભાગ્ય બળવાન બને છે. ધાર્મિક યાત્રા પ્રવાસના યોગ બને છે.સાંજ પછી આરોગ્ય સાચવવું.
-
તુલા:
ખર્ચમાં વધારો અને આવકમાં ઘટાડો થતો અનુભવાય. કાર્યક્ષેત્રે સંઘર્ષ વધુ કરવો પડે. પરિવારના સભ્યો સાથે શાંતિથી કામ લેવું. અગત્યના આર્થિક નિર્ણયો મુલતવી રાખવા. સાંજ પછી પરિસ્થિતિમાં સુધારો થતો જણાય.
-
વૃશ્ચિક:
કાર્યક્ષેત્રે સફળતા મળી જણાય. આવક વધતી જણાય. નોકરીમાં બઢતી સંભવે-ધંધાકીય ક્ષેત્રે યોગ્ય નિર્ણય લઇ શકાય. સ્થાવર જંગમ મિલકત અંગેના પ્રશ્નો ઉકેલાતા જણાય. માતૃપક્ષ તરફથી લાભ. આરોગ્ય જળવાશે.
-
ધનુ:
ભાગ્ય બળવાન છે આથી ઓછી મહેનતે વધુ સફળતા મળે. ધાર્મિક યાત્રા પ્રવાસનું આયોજન થાય. સંતાનની સફળતાથી હર્ષ. આરોગ્ય જળવાશે. દામ્પત્ય ક્ષેત્રે આનંદની અનુભૂતિ થાય.હાડકા, કમરના દુઃખાવા થી સાચવવું.
-
મકર:
લક્ષ્મીજીની કૃપા સમયસર મેળવી શકાશે. કાર્યમાં સફળતા મળતી અનુભવાય. સ્થાવર જંગમ મિલકતના ખરીદ વેચાણ શક્ય બને. ભાગ્ય સારૂ છે. મિત્રોથી લાભ. સાંજ પછી તમામ બાબતો અંગે સાવચેતી રાખવી.
-
કુંભ:
ઘરમાં શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. સુખ શાંતિ જળવાય. સ્વાસ્થ્યની કાળજી રાખવી જરૂરી. સ્નાયુનો દુઃખાવો સતાવે. ધંધાકીય ક્ષેત્રે વિશ્વાસઘાત ન થાય એની સાવધાની રાખવી.
-
મીન:
કાર્યક્ષેત્રે સફળતા યશ-પ્રતિષ્ઠા વધે. નવી પ્રોપર્ટી કે વાહનની ખરીદી શક્ય બને. આવક અંગે મધ્યમ દિવસ. પત્નિ સાથે ઉગ્રતા ટાળવી. નોકરી-ધંધામાં પ્રગતિ અનુભવી શકાય. મિત્રોનો સાથ સહકાર મળે સ્વાસ્થ્ય સારૂં રહેશે.