02 માર્ચ 2024: કર્ક રાશિના જાતકોને શેરબજારમાં રોકાણ કરવાથી લાભ પ્રાપ્ત થઇ શકે
-
મેષ:
મિત્રો અને ભાઈઓની મદદથી અટકેલા કામમાં ઝડપ આવશે અને જીવનસાથી સાથે આનંદ વર્તાય
-
વૃષભ :
આજનો દિવસ મધ્યમ રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવું
-
મિથુન:
વ્યવસાયમાં કેટલાક નવા સકારાત્મક ફેરફારો થશે. પરિવાર તરફથી સારા સમાચાર મળશે.
-
કર્ક:
આજે જીવનસાથી સાથે આનંદ વર્તાય.શેરબજારમાં રોકાણ કરવાથી લાભ પ્રાપ્ત થઇ શકે
-
સિંહ:
જીવનસાથી સાથે જીવનમાં સુખદ અનુભવ થશે અને સમસ્યાઓનો ઉકેલ પણ બહાર આવશે.
-
કન્યા:
જોખમી કાર્યોથી દૂર રહો. મિત્રોના કારણે તમે નિરાશ થઈ શકો છો.
-
તુલા:
આજે તમારા સારા કાર્યો તમારા અને તમારા પરિવારનું ગૌરવ વધારશે. વ્યવસાયમાં તમારી નિર્ણય લેવાની ક્ષમતાનો લાભ પણ મળશે.
-
વૃશ્ચિક:
વ્યવસાયમાં કઠોર નિર્ણયો લેવાથી લાભ થઇ શકે. સંતાનને લગતી સમસ્યાઓના ઉકેલ માટે પિતાનો સહયોગ ફળદાયી રહેશે.
-
ધનુ:
આજે ઓફિસમાં કામને લઇને બહાર જવાનું થઇ શકે. સાંજ સુધી નાની મોટી પરેશાનીઓ અને બદનામી થવાની સંભાવના રહેશે.
-
મકર:
વરિષ્ઠ અધિકારીને વાણીથી આકર્ષિત કરી શકશો. તમારા જીવનસાથીને કારણે તમને આર્થિક લાભ થઇ શકે
-
કુંભ:
પરિવાર સાથે સમય પસાર થઇ શકે. બોસ સાથે સારા સંબંધોના કારણે કોઈને કોઈ સારા સમાચાર મળી શકે છે
-
મીન:
આજે શારીરિક શક્તિ અને ઉત્સાહ વધુ રહેશે, બિનજરૂરી ખર્ચો થઈ શકે.