ટ્રેન્ડિંગવર્લ્ડસ્પોર્ટસ

રાશિદ ખાને કાબુલની લક્ઝરી હોટલમાં કર્યા નિકાહ: અનેક દિગ્ગજોની હાજરી, જૂઓ વીડિયો

Text To Speech
  • પશ્તુન રીતિ-રિવાજ મુજબ રાશિદ ખાનની સાથે તેના ત્રણ ભાઈઓએ કર્યા નિકાહ 

કાબુલ, 4 ઓકટોબર: અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર ​​રાશિદ ખાને ગુરુવારે 3 ઓક્ટોબરે નિકાહ કરી લીધા છે. મળતી માહિતી મુજબ, તેણે પશ્તુન રીતિ-રિવાજ મુજબ નિકાહ કર્યા છે. ​​રાશિદ ખાનની સાથે તેના ત્રણ ભાઈઓએ પણ લગ્ન કર્યા એટલે કે એક જગ્યાએ કુલ 4 લોકોના લગ્ન થયા છે. જો કે રાશિદ ખાનના પત્ની કોણ છે તે અંગે કોઈ માહિતી નથી તેમજ તેમનો કોઈ ફોટો પણ ઉપલબ્ધ નથી.

જૂઓ વીડિયો

 

 

ઘણા ખેલાડીઓએ રાશિદ ખાનને અભિનંદન પાઠવ્યા

રાશિદ ખાનના નિકાહ પૂરા ધામધૂમથી થયા હતા. આ લગ્નમાં ઘણા ક્રિકેટરો અને વરિષ્ઠ અધિકારીઓએ પણ હાજરી આપી હતી. આ લગ્નમાં અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના CEO નસીબ ખાન, અનુભવી ખેલાડી મોહમ્મદ નબી, મુજીબ ઉર રહેમાન, નજીબુલ્લાહ ઝદરાન અને ઘણા ખેલાડીઓ હાજર રહ્યા હતા. ઘણા ખેલાડીઓએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી રાશિદ ખાનને અભિનંદન પાઠવ્યા હતા. એક પ્રશંસકને જવાબ આપતા રાશિદ ખાનને ગયા વર્ષે કહ્યું હતું કે, જ્યાં સુધી તે વર્લ્ડ કપ નહીં જીતે ત્યાં સુધી તે લગ્ન નહીં કરે.

 

રાશિદ ખાનનું ક્રિકેટ કરિયર 

રાશિદ ખાને 18 ઓક્ટોબર 2015ના રોજ ઝિમ્બાબ્વે સામે તેની ODI ડેબ્યૂ કરી હતી. પ્રથમ મેચમાં રાશિદે 10 ઓવરમાં કુલ 20 રન આપ્યા હતા અને 1 વિકેટ પણ લીધી હતી. રાશિદ ખાન IPLમાં પણ રમે છે. તે IPLના સફળ બોલરોમાંથી એક છે. રાશિદ ખાન અફઘાનિસ્તાનનું નેતૃત્વ કરનાર સૌથી યુવા કેપ્ટન છે. રાશિદ ખાને અફઘાનિસ્તાન માટે અત્યાર સુધીમાં કુલ 5 ટેસ્ટ, 105 ODI અને 93 T20 મેચ રમી છે. આ દરમિયાન તેણે 34, 190 અને 152 વિકેટ પોતાના નામે કરી છે. જ્યારે બેટથી રાશિદે આ ફોર્મેટમાં 106, 1322 અને 460 રન બનાવ્યા છે. તેમણે વનડેમાં કુલ 5 અડધી સદી પણ ફટકારી છે.

આ પણ જૂઓ: હરિયાણાની ચૂંટણી પિચ પર ઉતર્યા વીરેન્દ્ર સેહવાગ: આ પાર્ટી માટે કરી ‘બેટિંગ’, જૂઓ વીડિયો

Back to top button