
સુરતમાં છાતીના મસલ્સ, ગળું, કાનની આગળ, આંખની ઉપર પાંપણ પાસે અને ફેફ્સાં સહિતના અવયવોમાં ફેલાયેલા ટીબી સાથે પાંચ માસ અગાઉ સિવિલમાં આવેલી રાંદેરની ૧૩ વર્ષીય કિશોરીને અહીંના ટીબી/ચેસ્ટ વિભાગના તબીબોએ નવજીવન બક્ષ્યું છે. પીડિત કિશોરીની એ હદે દયનીય દશા હતી, કે મસલ્સના ટીબીને લીધે તેણીના ગળાના નીચે છાતીના ભાગે કાણું પડી ગયું હતું. જે કાણામાંથી તેણીનું ધકબતું હૃદય જોઈ તબીબો પણ અવાક થઈ ગયા હતા. બે માસની લાંબી સારવાર બાદ કિશોરીને તંદુરસ્ત કરી રજા આપનારા તબીબો આ એક રેરેસ્ટ ઓફ રેર કેસ હોવાનું જણાવી રહ્યા છે.
આ પણ વાંચો: ભરૂચ: મુંબઈ તરફ્ની બંને તરફનો ટ્રેન વ્યવહાર થંભી ગયો
ધબકતું હૃદય જોઈ તબીબો ચોંકી ઊઠયા
મૂળ ઉત્તરપ્રદેશની વતની અને હાલ, પરિવાર સાથે રાંદેર વિસ્તારમાં રહેતી ૧૩ વર્ષીય એક કિશોરીને ઓક્ટોબર, ૨૦૨૨માં સિવિલમાં ખસેડાઈ હતી. અશક્તિ અને હાથ-પગ, મોઢું સહિતનું આખુ શરીર ફૂલેલું તેમજ છાતીના ભાગે સડો લાગેલો અને તેમાંય છાતીના ભાગે પડેલા કાણામાંથી ધબકતું હૃદય જોઈ તબીબો ચોંકી ઊઠયા હતા. ત્યારબાદ તેણીને સાજી કરવા માટે આખી ટીમ કામે લાગતા આખરે તેમની મહેનત રંગ લાવી હતી. કિશોરી દર મહિને સિવિલમાં ફ્લોઅપ માટે આવે છે.
આ પણ વાંચો: અમદાવાદમાં વૃક્ષારોપણના AMCના દાવા પોકળ, જાણો શું છે સત્ય
ટીબીના ૧૦૦માંથી બે કેસમાં એક કરતાં વધુ અવયવમાં ટીબી ફેલાય છે
રેસિડેન્ટ ડોક્ટર ધ્વની પટેલે જણાવ્યું હતું કે, આ એક યુનિક કેસ હતો. સામાન્ય રીતે ટીબીના ૧૦૦માંથી બે કેસમાં એક કરતાં વધુ અવયવમાં ટીબી ફેલાય છે, પરંતુ આ કેસમાં છાતીના મસલ્સ, ગળું, કાનની આગળ, આંખની ઉપર પાપણ પાસે અને ફેફ્સા સહિતના અવયવોમાં ટીબી ફેલાયેલો હતો. જ્યારે મસલ્સના ટીબીને લીધે છાતીમાં પડેલા ચાર બાય ત્રણ સેમીના કાણામાંથી હૃદય ધબકતું દેખાતું હતું. વિભાગના વડા ડો. પારુલ વડગામા, ડો. ખ્યાતી શામળિ, ડો. ભૂમિકા પટેલ, ડો. ગ્રીનીશ તમાકુવાલા અને પીડિયાટ્રિક વિભાગના ડો. પ્રીતિ પટેલ સહિતના તબીબોના માર્ગદર્શનમાં કિશોરીની સારવાર શરૂ કરાઈ હતી.
આ પણ વાંચો: અમદાવાદીઓની પાર્કિંગ સમસ્યાનો અંત આવશે, AMCએ બનાવ્યો માસ્ટર પ્લાન
ટીબીની આ દવા પાછળ રૂ. ૧૫ લાખ સુધીનો ખર્ચ
સૌપ્રથમ મસલ્સના ટીબીને લીધે છાતીમાં પડેલા કાણાનું દરરોજ ડ્રેસિંગ શરૂ કરાયું હતું અને રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી એલ્બ્યુમિન (પ્રોટીન)ના પાંચ જેટલા ઇંજેક્શન આપવા સાથે નવેમ્બર મહિનાથી બેડાક્વોલિન નામની દવા શરૂ કરાઈ છે. ૧૮થી ૨૦ મહિના સુધી ચાલતી ટીબીની આ દવા પાછળ રૂ. ૧૫ લાખ સુધીનો ખર્ચ થાય છે. જે સરકાર દ્વારા વિનામૂલ્ય અપાય છે.