ગુજરાત

અમદાવાદના યુવાનમાં દુર્લભ બ્લડ ગ્રૂપ, 25 વર્ષે ખબર પડી

Text To Speech
  • લોહીના પરીક્ષણમાં વિસંગતતા સામે આવતાં નમૂના ઓસ્ટ્રેલિયા મોકલાયા
  • અમદાવાદની જીસીએસ હોસ્પિટલમાં આવો પહેલો કિસ્સો સામે આવ્યો
  • લાખોમાં એક કેસ હોય તેવા પણ દુર્લભ બ્લડ ગ્રૂપની ઘટનાઓ સામે આવતી હોય છે

અમદાવાદના યુવાનમાં દુર્લભ બ્લડ ગ્રૂપ છે. જેમાં તેમને 25 વર્ષે ખબર પડી છે. પોતાને લોહી ચઢાવવું પડે તો O ગ્રૂપ અને બીજા માટે બ્લડ ડોનેટ કરે તો A ગ્રૂપવાળાને જ આપી શકાય છે. O ગ્રૂપ સમજી બીજાને લોહી ચઢાવાય તો શરીરે ફોલ્લા, શ્વાસમાં તકલીફ સહિતની સમસ્યા થઈ શકે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદની શકયતા નહિવત, જાણો ઉતરાયણ પર્વ પર કેવો રહેશે પવન 

લોહીના પરીક્ષણમાં વિસંગતતા સામે આવતાં નમૂના ઓસ્ટ્રેલિયા મોકલાયા

લોહીના પરીક્ષણમાં વિસંગતતા સામે આવતાં નમૂના ઓસ્ટ્રેલિયા મોકલાયા હતા. નરોડા ખાતે આવેલી જીસીએસ હોસ્પિટલના બ્લડ સેન્ટર ખાતે દુર્લભ બ્લડ ગ્રૂપની ઓળખ થઈ છે, શહેરના 25 વર્ષના એક યુવાને દાતા તરીકે રક્તદાન કર્યું હતું. જોકે રક્તદાનના પરીક્ષણમાં એવો ખુલાસો થયો હતો કે, આ રક્તદાતાનું બ્લડ ગ્રૂપ ઓ છે જ નહિ, હકીકતે એએક્સ ગ્રૂપ હોવાનું સામે આવ્યું છે. અંદાજે દર દસ હજાર વ્યક્તિમાંથી એક વ્યક્તિમાં આ દુર્લભ બ્લડ ગ્રૂપ હોય છે, એટલું જ નહિ પરંતુ લાખોમાં એક કેસ હોય તેવા પણ દુર્લભ બ્લડ ગ્રૂપની ઘટનાઓ સામે આવતી હોય છે.

આ પણ વાંચો: ગુજરાત: અમદાવાદે સફાઈ માટે રૂ. 900 કરોડનો ખર્ચ કર્યો, તો પણ ટોપ 10માં નહિ 

અમદાવાદની જીસીએસ હોસ્પિટલમાં આવો પહેલો કિસ્સો સામે આવ્યો

અમદાવાદની જીસીએસ હોસ્પિટલમાં આવો પહેલો કિસ્સો સામે આવ્યો છે. આ દર્દીને સમજાવાયું છે કે, પોતે રક્તદાન મેળવે તો તેને ઓ બ્લડ ગ્રૂપનું લોહી મેળવવું પડે અને જો બીજા માટે રક્તદાન કરે તો તેનું રક્ત કોઈ એ બ્લડ ગ્રૂપની જરૂરિયાતવાળી વ્યક્તિને જ આપી શકાય છે. જો આવું ન થાય તો જેમને લોહી અપાયું છે તે વ્યક્તિને શરીરે ફોલ્લા થવા કે પછી શ્વાસ લેવામાં તકલીફ સહિતની અન્ય કોઈ સમસ્યા ઊભી થઈ શકે છે. હોસ્પિટલના બ્લડ સેન્ટર ખાતે 25 વર્ષીય નિખિલ નામનો યુવક ડોનર તરીકે આવ્યો હતો. ત્યારે આ વાતની જાણાકારી મળી હતી.

Back to top button