3,000 થી વધુ દાંત ધરાવતું દુર્લભ અને વિશાળ સમુદ્રી પ્રાણી, જુઓ વીડિયો
ઓસ્ટ્રેલિયા, 09 ફેબ્રુઆરી : ઓસ્ટ્રેલિયાની મુલાકાતે આવેલા એક માણસે એક વિશાળ દરિયાઈ પ્રાણી જોયું જેના હજારો દાંત હતા. જ્યારે તે પ્રાણી તેની બોટની નજીક પહોંચ્યું ત્યારે બોટ પર રહેલા એંગલર્સ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન સાથે વાત કરતા, થોમસ ડી’એમિલિયોએ કહ્યું કે તે અને તેનો મિત્ર ટોબી બંને સાથે કેગરી ટાપુ નજીક માછીમારી કરવા ગયા હતા ત્યારે તે સીસિકનેશ અનુભવવા લાગ્યો હતો. તેથી તેઓ થોડા સમય માટે કિનારે ગયા અને પછી ફરીથી માછીમારી માટે જવાનું નક્કી કર્યું. તેઓ જ્યારે ફરીથી દરિયામાં ગયા ત્યારે તેને કેટલાક પક્ષીઓને એકસાથે જોયા તેથી તેઓ ત્યાં જોવા ગયા કે તેની પાસે કોઈ મેકરેલ અથવા ટુના છે કે નહીં, ત્યારે અચાનકથઈ ડી’એમિલિયોને એક વ્હેલ શાર્ક દેખાઈ, જેના દુર્લભ દૃશ્યનો આ વીડિયો ડી’એમિલિયો દ્વારા 6 ફેબ્રુઆરીના રોજ TikTok પર શેર કરવામાં આવ્યો હતો.
વ્હેલ શાર્કે એંગલર્સને આશ્ચર્યચકિત કરી દીધો
વીડિયો માં એક વિશાળ વ્હેલ શાર્ક બોટની નજીક આવતી અને એંગલર્સની ખૂબ નજીક જોવા મળી હતી, જેના કારણે તે લોકોનું તેને સ્પર્શ કરવાનું શક્ય બન્યું હતું. આ દરમિયાન ડી’એમિલિયોએ વીડિયોમાં કહ્યું કે, મેં હમણાં જ વ્હેલ શાર્કને સ્પર્શ કર્યો, જો કે આ વિશાળ સમુદ્રી પ્રાણી નાના એવા સ્પર્શથી અસ્વસ્થ થતું દેખાયું.
આ વ્હેલ શાર્ક સાથેના એન્કાઉન્ટરનો વીડિયો ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશને ફેસબુક પર શેર કર્યો છે. નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન અનુસાર, વ્હેલ શાર્ક વિશ્વમાં જોવા મળતી સૌથી મોટી માછલી છે અને તેઓ 46 ફૂટ અને લગભગ 24,000 પાઉન્ડ સુધીની હોય છે. આ શાર્ક આવડા મોટા કદમાં અને 3,000 થી વધુ નાના દાંત ધરાવતા હોવા છતાં તે ફિલ્ટર ફીડર છે અને તેને માનવી માટે બિનહાનિકારક માનવામાં આવે છે.
ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનના અહેવાલ મુજબ ઑસ્ટ્રેલિયાના કેટલાક વિસ્તારોમાં વ્હેલ શાર્ક દેખાવી સામાન્ય માનવામાં આવે છે, પરંતુ તે કેગરી નજીક ભાગ્યે જ જોવા મળે છે. તે ચાર વર્ષ પહેલા છેલ્લીવાર ટાપુ નજીક જોવા મળી હતી.
K’gari જે ફ્રેઝર આઇલેન્ડ તરીકે ઓળખાય છે, તે સિડનીથી લગભગ 590 માઇલ ઉત્તરપૂર્વમાં સ્થિત એક ટાપુ છે.
આ પણ વાંચો : હોંગકોંગના વિદ્યાર્થીઓએ બનાવ્યો દુનિયાનો સૌથી નાનો માનવીય રોબોટ