રેપિડો ડ્રાઈવરે મહિલા ગ્રાહક સાથે કર્યો દુર્વ્યવહાર, બંનેની ચેટ થઈ વાયરલ

નવી દિલ્હી, 22 ડિસેમ્બર : બાઇક અને ટેક્સી સર્વિસ આપતી કંપની રેપિડો હાલ વારંવાર ચર્ચામાં આવી રહી છે. હાલમાં જ એક મહિલાએ સોશિયલ મીડિયા પર રેપિડો કંપની પાસેથી તેમના ડ્રાઈવરોને ડ્રેસ કોડ આપવાની માંગ કરી હતી. મહિલાએ કહ્યું હતું કે જે ડ્રાઈવર બાઇક ઉપર પિક-અપ ડ્રોપ કરે છે તેઓ ડ્રેસ કોડ વિના આવે છે, જેના કારણે આસપાસના લોકો માને છે કે મહિલાના જુદા જુદા લોકો સાથે અફેર છે. હવે બીજી મહિલાએ રેપિડો અંગે ફરિયાદ કરી છે. જ્યારે મહિલાએ વધારાના ભાડાની માંગણી અંગે પ્રશ્ન કર્યો તો રેપિડો ડ્રાઈવરે તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. હવે આ મહિલાએ ડ્રાઈવર સાથેની પોતાની ચેટનો સ્ક્રીનશોટ શેર કરીને કંપનીને ઘેરી લીધી છે.
i booked rapido economy and got a premium car(the driver has put economy type from his end to get more rides)
he asked me to pay extra as his car is premium, i denied and told him to cancel so hit me with the classic: pic.twitter.com/RUE0KK09jR
— ohshin (@ohshinbhat) December 19, 2024
ડ્રાઈવરે ગેરવર્તણૂકની તમામ હદ વટાવી દીધી
ઓશિની ભટ્ટ નામની એક મહિલાએ રેપિડોમાં ઈકોનોમી ક્લાસ બુક કરાવ્યો હતો, જે એકદમ સસ્તું છે. પરંતુ કંપનીએ મહિલા માટે એક પ્રીમિયમ કાર બુક કરાવી, જેનું ભાડું ઘણું વધારે છે. મહિલાને તે સ્પષ્ટ થઈ ગયું કે ડ્રાઈવરે કંઈક ખોટું કર્યું છે. જ્યારે ડ્રાઈવરે મહિલાને ભાડું પૂછ્યું તો તે ભાડાની રકમ જોઈને ચોંકી ગઈ અને તેણે ભાડું આપવાનો ઈન્કાર કર્યા પછી ડ્રાઈવરે પોતાનો દેખાવ શરૂ કર્યો હતો. જો તમે મહિલાનો સ્ક્રીનશોટ જોશો તો તેમાં લખ્યું છે, ‘કેન્સલ કરો નહીંતર…., ભિખારીની ઔલાદ, જો તમને સસ્તું જોઈતું હોય તો પગપાળા જાવ.’
સ્ત્રી સાથે દુર્વ્યવહાર
હવે મહિલાનો આ સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. યુઝર્સે આ મહિલાને ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ કરવા અને આ અંગે તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું છે. આ મહિલાએ પોતાની પોસ્ટના કેપ્શનમાં લખ્યું, ‘મેં Rapido પર ઇકોનોમી બુક કરાવી હતી, પરંતુ મને પ્રીમિયમ કાર મળી, (ડ્રાઇવરે ઇકોનોમી ટાઇપ કરી, જેથી તે વધુ રાઇડ મેળવી શકે) પરંતુ તેણે મને પ્રીમિયમ સર્વિસનું ભાડું આપવા કહ્યું, મેં ના પાડી અને તેને રાઈડ કેન્સલ કરવાનું કહ્યું તો તે મારા પર વરસી પડ્યો હતો. મહિલાની આ પોસ્ટ પર યુઝર્સે આ ડ્રાઈવર વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે. જ્યારે આ મામલો રેપિડો કંપની સુધી પહોંચ્યો, ત્યારે તેઓએ તેમની મહિલા ગ્રાહકની માફી માંગી હતી.
કંપનીએ માફી માંગી
રેપિડો કેર્સે ઓશિની ભટ્ટની એક્સ-પોસ્ટ ફરીથી પોસ્ટ કરીને તેમની માફી માંગી છે. રેપિડો કેરેસે લખ્યું છે કે, ‘હાય, અમે ડ્રાઇવરના ગેરવર્તન અને અસુવિધા બદલ દિલગીર છીએ અને માફી માંગીએ છીએ. અમારી કંપનીમાં આવા કૃત્યોને બિલકુલ સહન કરવામાં આવશે નહીં, અમે અમારા તમામ પ્રિય ગ્રાહકોને ખાતરી આપીએ છીએ કે આવા કૃત્યો ફરીથી નહીં થાય. ઘણા વપરાશકર્તાઓએ કંપનીને આવા ડ્રાઇવરોને દૂર કરવા કહ્યું છે અને સિસ્ટમને વધુ સુરક્ષિત બનાવવાની માંગ કરી છે.
આ પણ વાંચો :- જો તમારી પાસે LICનો જીવન વીમો છે તો આમ કરતાં પૂર્વે જાણી લો આ, બાકી થશે નુકસાન