પત્નીની નજર સામે કર્યું દુષ્કર્મ અને પછી ધર્માંતર માટે દબાણઃ આરોપીઓ વિરુદ્ધ FIR દાખલ
- કર્ણાટકના બેલગાવીમાં આરોપીઓએ પીડિત મહિલા પર ગુજાર્યો ત્રાસ
- આરોપીએ પરિણીત મહિલાને પતિ સાથે છુટાછેડા લેવા આપી ધમકી
- પીડીતાએ રેપકેસ, બળજબરી ધર્મપરિવર્તન, જાતિગત અપશબ્દોથી પ્રતાડિત વગેરે આરોપો હેઠળ નોંધાવી FIR
કર્ણાટક, 22 એપ્રિલ: કર્ણાટકમાં એક મહિલાએ દુષ્કર્મ અને ધર્મપરિવર્તન માટે પોતાના ઉપર દબાણ થયું હોવાનો ગંભીર આક્ષેપ કરીને આ મામલે પોલીસમાં આરોપીઓ વિરુધ્ધ એફઆઈઆર દાખલ કરાવી છે. પીડિતાનો આરોપ છે કે એક વ્યક્તિએ તેની પત્નીની સામે જબરજસ્તી કરીને શારીરિક શોષણ કરીને તેનો ફોટા પાડીને તેનો ઉપયોગ મને ઈસ્લામ ધર્મ અંગીકાર કરવા બ્લેકમેલ કરવા કર્યો હતો.
પીડિત મહિલાનો આરોપ
કર્ણાટકમાં 28 વર્ષીય વિવાહિત મહિલા એ 7 લોકોની વિરુધ્ધ દુષ્કર્મ અને બળજબરી ધર્મપરિવર્તન હેઠળ બેલગાવીમાં એફઆઈઆર નોંધાવી હતી. આ મામલે પીડિતાએ આરોપીઓ પર ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે રફીક નામના આરોપીએ પોતાની પત્નીની સામે મારી સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધીને અંતરંગ ફોટા પાડી લીધા હતા. આ પછી આ ફોટાનો ઉપયોગ કરીને પીડિતાને માથે સિંદુર હટાવી દેવાની, બુરખો પહેરવાની ફરજ પાડીને બળજબરીથી ઈસ્લામ ધર્મ અંગીકાર કરવા માટે બ્લેકમેલ કરી હતી.
પીડિતાએ બેલગાવીમાં નોંધાવી FIR
બેલગાવીનાં સૌદંતીમાં પોલીસ FIR નોંધાવી હતી. જેમાં આરોપી પર કર્ણાટક ધર્મની સ્વતંત્રતાના અધિકાર સંરક્ષણ અધિનિયમ, આઈટી કાયદા સંબંધિત ધારાઓ, એસસી એસટી અધિનિયમ અને ભારતીય દંડ સંહિતા હેઠળ આરોપ લગાવ્યો હતો. જેમાં બળાત્કાર, અપહરણ, ખોટા જેલવાસ અને અપરાધોની ધમકી પણ છે. આ મામલે બેલગાવીના એસપી ભીમશંકર ગુલેદા જણાવ્યું હતું કે આ મહીનામાં આરોપી દંપત્તિ પીડિતા મહિલાને માથે સિંદુર લગાવવાની ના પાડીને બુરખો પહેરવાનો અને દિવસમાં પાંચ વાર નમાઝ પઢવા માટે મજબુર કરી હતી. મહિલાએ આ સાથે એમ પણ કહ્યું હતું કે તેને જાતિ આધારિત અપશબ્દોનો ઉપયોગ કરીને અપમાનિત કરી હતી.
આ પણ વાંચો: કર્ણાટક લવ જિહાદ / ફૈયાઝે નેહાને આપ્યું હતું દર્દનાક મોત, પિતાએ કહ્યું- મારા પુત્રને એવી સજા આપો કે…