ગોંડલની 33 વર્ષીય મુક બધીર યુવતી પર દુષ્કર્મ, પોલીસે કઈ રીતે ઉકેલ્યો કેસ?
- ગોંડલમાં મુકબધીર યુવતી પર દુષ્કર્મનો કેસ ઉકેલ્યો પોલીસે
- આરોપી ઈકબાલે યુવતીનો મુકબધીર હોવાનો ખોટો લાભ લીધો
- યુવતી દરગાહમાં નિયમિત જતી હતી
- આરોપી ઈકબાલ દરગાહમાં મુંજાવર તરીકે કામ કરતો હતો
- સતત ત્રણ વર્ષથી બધીર યુવતી પર દુષ્કર્મ કરતો હતો આરોપી
- પોલીસે 3 દિવસ બાદ કઈ રીતે ઉકેલ્યો આ કેસ? વાંચો આ અહેવાલ
રાજકોટના ગોંડલની 33 વર્ષીય મુક બધીર યુવતી પર દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દીધાના ગુનાનો ભેદ ઉકેલાયો છે. ગોંડલ સિટી પોલીસે સતત ત્રણ દિવસની મહેનત બાદ ગોંડલની એક દરગાહના મુંજાવર ઈકબાલ ઉર્ફે ઈકુ અહેમદ ચૌહાણ (ઉ.વ.52) અને સીદ્દીક અકારા સાદ્દીકી (ઉ.વ.50)ની ધરપકડ કરી છે. છેલ્લા ત્રણેક વર્ષથી આ શખ્સો દરગાહ પરિસરમાં આવેલ એક રૂમ અને એક અવાવરૂ જગ્યાના મકાનમાં યુવતિના દેહને પિંખતા હતાં. આ અંગે મળતી વિગત મુજબ ગોંડલની એક 33 વર્ષની મુકબધીર યુવતિને પેટમાં દુ:ખાવો ઉપડતાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જેમાં તે ગર્ભવતી હોવાનું ખુલ્યું હતું. યુવતિ મુકબધીર અને અપરિણીત હોવાથી તબીબી સ્ટાફે પોલીસને જાણ કરતા દુષ્કર્મ થયું હોવાનું ખુલ્યુ હતું.
શું કહ્યુ પીઆઈ સાંગડાએ?
જેથી રાજકોટ એસપી જયપાલસિંહ રાઠોડે ગુનાનો ભેદ ઉકેલવા અને આરોપીઓને ઝડપથી પકડી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપી હતી. જેથી ગોંડલ વિભાગનાં ડીવાયએસપી કે.જી.ઝાલા, પીઆઈ મહેશ સાંગડાના માર્ગદર્શન હેઠળ ગોંડલ સિટી પોલીસ મથકના સ્ટાફે તપાસ હાથ ધરી હતી. પીઆઈ સાંગડાએ જણાવ્યું હતું કે, ભોગ બનનાર મુકબધીર હતા. અને તેણી ભણેલા પણ નહોતા. જેથી તેમની સાથે કોણે આવુ દુષ્કૃત્ય કર્યું તે જાણવું ખૂબ જ પડકારજનક બની ગયું હતું. પ્રાથમિક તપાસની મહેનત બાદ રાજકોટની વિરાણી મુકબધીર સ્કૂલના સાઈન લેંગ્વેજના નિષ્ણાંત શિક્ષકો કશ્યપ પંચોલી અને જયસુખકુમાર સુરાણીની મદદ લેવાઈ હતી.
ભોગ બનનાર મુકબધીર યુવતીને પોલીસે ફોટા બતાવ્યા
યુવતિના પરિવારમાં તેના પિતા, ભાઈ અને ભાભી હતા. જેથી યુવતિના ભાભીને સાથે રાખી યુવતિને બમલ અંગે પુછવાની તજવીજ કરાઈ હતી. યુવતિ સાઈન લેગ્ંવેજ(મુક બધરોની ભાષા) ભણેલી ન હોતી જેથી નિષ્ણાંતો માટે પણ સમજવું પડકારજનક હતું. જો કે, અનેક ડેમોટ્રેશન બાદ અંતે આરોપીઓની પ્રાથમિક વિગતો મળી હતી. જે પછી ભોગ બનનારને કેટલાક લોકોના ફોટા બતાવ્યા હતા. જેમાંથી આરોપીઓને ઓળખી બતાવ્યા હતાં. જે પછી આરોપીઓને અટકમાં લઈ યુવતિને તેમની સામે લઈ જઈ ઓળખ કરાવવામાં આવી હતી. આ ત્રણ દિવસની સતત પ્રક્રિયા બાદ અંતે આઈપીસી 376 (2) (જે) (એન) વગેરે મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ યુવતિના માતાનું 2 વર્ષ પહેલા નિધન થયું હતું.
આરોપી દરગાહમાં મુંજાવર તરીકે કામ કરતો
તેણી પોતાના પિતા, ભાઈ અને ભાભી સાથે રહેતી હતી. તેના ઘર નજીક એક ડેલામાં દરગાહ આવેલી છે. આ દરગાહ આવેલી છે. આ દરગાહમાં તેણી નિયમિત દર્શન કરવા અને લોબાન-અગરબત્તી કરવા માટે જતી હતી. જયાં દરગાહમાં ઈકબાલ મુંજાવર તરીકે હતો અને દરગાહ પરિસરમાં એક રૂમ આવેલી હોય તેમાં તે રહેતો હતો. યુવતિ દરરોજ દરગાહ આવતી અને મુકબધીર હોવાનો લાભ થઈ ઈકબાલ તેણીને કોઈ બહાને રૂમમાં લઈ જતો અને ત્યાં દુષ્કર્મ આચરતો હતો. લગભગ ત્રણેક વર્ષથી આવું કરી રહ્યો હતો. બીજો આરોપી સીદ્દીક અહીંના ખાટકી વાસના મુખ્ય કસાઈનો ટ્રક ડ્રાઈવર છે.જે યુવતિના પિતા અને ભાઈનો પરિચિત હતો. સીદ્દીકને મુકબધીર યુવતિ અંગે ખ્યાલ હતો. ત્રણેક વર્ષ પહેલા તેણે યુવતિ પર નજર બગાડી હતી. યુવતિને આરોપી સીદ્દીક તેના ઘર નજીક જ એક અવાવરૂ મકાનમાં લઈ જતો અને દુષ્કર્મ આચરતો હતો, હાલ પોલીસે આરોપીને દબોચી લીધા છે. અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ તપાસમાં આરોપીની ચોંકાવનારી બાબતો સામે આવી
મુંજાવર ઈકબાલના બે વાર લગ્ન થયા હતાં. પણ બંન્નેવાર પત્ની મુકીને ચાલી ગઈ હતી. જેથી તે ઘણા સમયથી એકલો જ રહેતો હતો. પકડાયેલા બંન્ને આરોપીના ડીએનએ ટેસ્ટ માટે નમૂના લેવાશે અને જયારે યુવતિની ડીલીવરી થાય તે બાળક સાથે ડીએનએ મેચ કરાવી, કોણે યુવતિને ગર્ભ વતી બનાવી તે તપાસ કરાશે.
આ પણ વાંચો: રાજ્યમાં વધુ એક પરીક્ષામા ગેરરીતિનો પર્દાફાશ, ક્રાઈમબ્રાંચે 2 આરોપીઓને દબોચી લીધા