ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

ચાંદખેડામાં પૂર્વ IPS અધિકારીના નામે દુષ્કર્મનો મામલો : મહિલા પોલીસે આરોપીની કરી ધરપકડ

Text To Speech

થોડા દિવસ પહેલા ચાંદખેડામાં IPS અધિકારીના નામે દુષ્કર્મની ઘટના સામે આવી હતી. ચાંદખેડામાં દુષ્કર્મનો ભોગ બનનાર મહિલાએ ઈસ્માઈલ મલેક અને ઉચ્ચ પોલીસ અધિકારીની ઓળખ આપી દુષ્કર્મ ગુજારનાર શખ્સ સામે ચાંદખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેથી આ મામલે મહિલા ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી હતી.

પોલીસ અધિકારીના નામે મહિલા પર દુષ્કર્મ 

આઇપીએસ અધિકારીને બદનામ કરવાના કેસમાં આરોપી ઇસ્માઇલ મલેકની ધરપકડ કરવામાં આવી છે આ આરોપીએ પોલીસ અધિકારીના નામે મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના અંગે ફરિયાદ નોંધાતા ચાંદખેડા પોલીસે ગુનો નોંધીને મહિલા પોલીસને આ મામલાની તપાસ સોંપી હતી. આ ઘટનામાં આરોપી વિરુદ્ધ IPCની કલમ 376, 365, 366 અને 34 હેઠળ ગુનો નોંધાયો હતો. ત્યારે આજે મહિલા પોલીસે ટ્રાન્સફર વોરંટથી આરોપીની ધરપકડ કરી છે.

IPSઅધિકારી બદનામ કેસ-humdekhengenews

મહિલાએ નોંધાવી હતી ફરિયાદ

પૂર્વ IPS અધિકારીને બદનામ કરવાના મામલે દુષ્કર્મનો ભોગ બનનારી મહિલાએ વધુ એક ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઈસ્માઈલ મલેક અને ઉચ્ચ પોલીસ અધિકારીની ઓળખ આપનારે દુષ્કર્મ આચર્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

શું હતો મામલો

રાજ્યના પૂર્વ IPSઅધિકારીને બદનામ કરવાના પ્રકરણમાં ખોટી એફિડેવિટ વાયરલ કરનારા બે પત્રકાર અને ભાજપના નેતા સહિત 5 લોકોની ગુજરાત ATSએ ધરપકડ કરી હતી. જેમાં પૂર્વ IPS અધિકારી પાસેથી 8 કરોડ રૂપિયા પડાવવા માટે આખું કાવતરું ઘડવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. જેમાં એક મહિલા સાથે દુષ્કર્મનો કેસ પ્લાન કર્યા બાદ ખોટું સોગંદનામું કરીને તે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યું. આ કેસમાં દુષ્કર્મનો ભોગ બનનારી મહિલાએ વધુ એક ફરિયાદ નોંધાવતા કેસમાં નવો વળાંક આવ્યો હતો. જેથી આ મામલો મહિલા પોલીસને સોંપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : જામનગર શહેરના બર્ધન ચોક વિસ્તારમાં આગ, વીજ ટ્રાન્સફોર્મર બળીને ખાખ

Back to top button