ઉત્તર ગુજરાતગુજરાતટ્રેન્ડિંગ

ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર વિરુદ્ધ દુષ્કર્મનો કેસ દાખલ

Text To Speech

ગાંધીનગર, 20 ઑક્ટોબર, 2024: ભાજપના ધારાસભ્ય વિરુદ્ધ દુષ્કર્મ, એટ્રોસિટી અને ધાક-ધમકીના ગંભીર આરોપો સાથે ફરિયાદ દાખલ થઈ છે. આ ફરિયાદ ગાંધીનગર સેક્ટર-21 પોલીસ મથકમાં નોંધવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ ગાંધીનગર પોલીસે BJP MLA વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ગાંધીનગર જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે આખરે ગુનો નોંધવામાં આવ્યો છે. હાઈકોર્ટના આદેશ બાદ ધારાસભ્ય ગજેન્દ્ર પરમાર સામે ગાંધીનગર સેક્ટર-21 પોલીસ મથકમાં આ ગુનો નોંધાયો છે. ભાજપના ધારાસભ્ય સામે દુષ્કર્મ, એટ્રોસિટી અને ધાકધમકી સહિતના ગંભીર આક્ષેપો સાથે આ ફરિયાદ નોંધવામાં આવી છે. જુલાઈ 2020માં બનેલા આ બનાવના સંદર્ભમાં પરમાર વિરુદ્ધ કલમ 376 હેઠળ દુષ્કર્મનો અને કલમ 506 હેઠળ ધાકધમકીનો કેસ નોંધવામાં આવ્યો છે.

અગાઉ ગુરૂવારે આ કેસમાં હાથ ધરાયેલી સુનાવણીમાં હાઈકોર્ટે સરકારને વેધક સવાલ કર્યા હતા. સાથે જ કોર્ટે પોલીસની કામગીરી સામે નારાજગી પણ વ્યક્ત કરી હતી. ત્યારે દુષ્કર્મના આક્ષેપ મામલે ફરિયાદ નોંધવા એડિશનલ એડવોકેટ જનરલે કોર્ટમાં બાંયધરી આપી હતી. કોર્ટનાં આદેશ બાદ આજે ગાંધીનગર પોલીસે MLA ગજેન્દ્ર પરમાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

કેસ નોંધાવાને પગલે ગાંધીનગરના ભાજપના વર્તમાન MLA અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહની મુશ્કેલીમાં વધારો થયો છે. ગજેન્દ્રસિંહ પર દુષ્કર્મ આચર્યા બાદ જાતિ વિષયક ટિપ્પણી કર્યાનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો. પરિણામે તેમના ઉપર હવે SC-ST પ્રતિબંધ અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. જુલાઈ 2020થી ફેબ્રુઆરી 2021 દરમ્યાન દુષ્કર્મ આચર્યાની ફરિયાદ છે. અમદાવાદની મહિલાએ દુષ્કર્મ મુદ્દે ગજેન્દ્રસિંહ સામે ફરિયાદ નોંધાવી હતી. પીડિતાએ MLA વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી હતી.

આ પણ વાંચોઃ RSSના કાર્યકરો ઉપર ચાકુથી હુમલો કરનાર નસીબ ચૌધરીના ગેરકાયદે મકાન ઉપર ફર્યું બુલડોઝર

Back to top button